________________
૧૯૦
જેન કાવ્યસાહિત્ય
ઉત્તરાર્ધના વિદ્વાન ગણી શકાય. હુમ્મચના કન્નડ-સંસ્કૃત લેખના રચનાર વર્ધમાને પણ ધર્મભૂષણના ગુરુ રૂપે ઉક્ત વર્ધમાનની સ્તુતિ કરી છે.'
જ્ઞાનભૂષણ ભટ્ટારકકૃત એક અન્ય વરાંગચરિતનો પણ ઉલ્લેખ મળે છે. મહાવીરકાલીન શ્રેણિકપરિવારનાં ચરિત્રો - ભગવાન મહાવીરના સમકાલીન રાજગૃહનરેશ શ્રેણિક જૈનધર્મના અનુયાયી હતા. જૈન આગમોમાં કેટલાંય સ્થાનો ઉપર તેમનું વર્ણન આવે છે. અહીં તેમનો વિશેષ પરિચય દેવાની જરૂર નથી. જૈન ચરિત્રકાવ્યોમાં તેમના ઉપર કેટલીય રચનાઓ મળે છે :
૧. શ્રેણિકચરિત્ર (શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ) – દેવેન્દ્રસૂરિ (સં. ૧૩૩૭ પહેલાં) ૨. શ્રેણિકયાશ્રયકાવ્ય - જિનપ્રભ (વિ.સં. ૧૩પ૬) ૩. શ્રેણિકપુરાણ યા ચરિત્ર – ભટ્ટારક શુભચન્દ્ર (વિ.સં.૧૬૧૨) ૪. શ્રેણિક રાજકથા (ગદ્ય) – ધર્મવર્ધન યા ધર્મસિંહ (વિ.સં.૧૭૩૬ આસપાસ) ૫. શ્રેણિકપુરાણ - બાહુબલિ ૬-૭. શ્રેણિકચરિત્ર – અજ્ઞાત
શ્રેણિકચરિત – આ કાવ્યમાં ૭૨૯ અનુષ્ટ, પદ્ય છે. વચ્ચે વચ્ચે પ્રાકૃત પદ્ય પણ છે. આ કાવ્યને શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિથી અલગ કરી પ્રકાશિત કરવામાં આવ્યું છે. ત્યાં પ્રભાવનાના મહત્ત્વને દર્શાવવા માટે રજૂ કરવામાં આવ્યું છે. તેમાં સંક્ષેપમાં શ્રેણિક, તેની રાણીઓ, પુત્રો અને જીવનની અનેક ધાર્મિક ઘટનાઓનું વર્ણન છે. આ એક ધાર્મિક કાવ્ય છે. તેમાં શ્રેણિક રાજાના રાજનૈતિક જીવનનું કોઈ ચિત્રણ નથી.
કર્તા અને રચનાકાળ – આના કર્તા જગન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિ છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૩૨૭માં થયો હતો. તેમની અન્ય રચનાઓ મળે છે – પાંચ નવ્ય કર્મગ્રન્થ સટીક, ભાષ્યત્રય, શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિ, ધર્મરત્નટીકા, સિદ્ધપંચાસિકા અને સુદર્શનચરિત્ર.
૧. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૨, પૃ. ૫૨૦ ૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૨ ૩. એજન, પૃ. ૩૯૯ ૪. ઋષભદેવ કેશરીમલ જે. જૈન સંસ્થા, રતલામ, સં. ૧૯૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org