________________
પૌરાણિક મહાકાવ્ય
૧૮૯
તેમાં અનાવશ્યક વાતોને દૂર કરી દેવાથી કથાનકમાં પૂર્ણ ધારાવાહિકતા મળે છે. તેમાં બીજા સર્ગમાં શૃંગાર રસ, છઠ્ઠા અને આઠમા સર્ગમાં વીર રસ, સાતમા સર્ગમાં કરુણ અને શાન્ત રસની યોજના કરવામાં આવી છે. તેમાં પ્રચલિત બધા અલંકારોનો વ્યવહાર કરવામાં આવ્યો છે. વિવિધ છંદોના પ્રયોગમાં કવિ નિષ્ણાત છે. પ્રથમ સર્ગમાં વંશસ્થ, બીજા, છઠ્ઠા, નવમા અને તેરમા સર્ગમાં ઉપજાતિ તથા ચોથા, પાંચમા, સાતમા, આઠમા અને અગીઆરમાં સર્ગોમાં અનુષ્ટપુ, ત્રીજા સર્ગમાં સ્વાગતા, દસમા સર્ગમાં વસન્તતિલકા, તથા બારમા સર્ગમાં ગીતિ તથા આર્યા છંદનો પ્રયોગ છે. પ્રત્યેક સર્ગના અંતિમ બે શ્લોકોમાં છંદપરિવર્તન દેખાય છે. તેરમા સર્ગમાં વિવિધ છન્દોનો પ્રયોગ જોવા મળે છે. ચમત્કાર ઉપજાવવા કાવ્યમાં વચ્ચે વચ્ચે નીતિવચનોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો છે.
કત અને રચનાકાળ – કવિએ કાવ્યના અંતે એક પદ્ય દ્વારા પોતાનું નામ વર્ધમાન ભટ્ટારક તથા મૂલસંઘ, બલાત્કારગણ અને ભારતીગચ્છ સૂચિત કરેલ છે. પરંતુ તેમણે પોતાની ગુરુપરંપરા વગેરેનો ઉલ્લેખ કર્યો નથી. જૈન શિલાલેખમાંથી બલાત્કારગણના બે વર્ધમાનોનાં નામ જાણવા મળે છે. શક સં. ૧૩૦૭ (ઈ.સ. ૧૩૮૫)ના વિજયનગરથી મળેલા એક લેખમાં ધર્મભૂષણના ગુરુ તરીકે એક વર્ધમાનનો ઉલ્લેખ છે અને બીજા હુમ્મચ શિલાલેખના (ઈ.સ.૧૫૩૦) રચનાર તરીકે મનાય છે. વિજયનગરના ધર્મભૂષણ ન્યાયદીપિકાના કર્તા જ છે, તેમના સમયની પૂર્વ સીમા શક સં. ૧૨૮૦ (ઈ.સ.૧૩૫૮) માનવામાં આવી છે. તેથી તેમના ગુરુનો સમય તેની આસપાસનો હશે. શ્રવણબેલ્ગોલાથી મળેલા એક લેખમાં એક વર્ધમાનસ્વામીનો સમય શક સં. ૧૨૮૫ (ઈ.સ.૧૩૬૩) આપ્યો છે. જો આ વર્ધમાન જ કાવ્યના કર્તા હોય તો તેમને ઈ.સ.ની ૧૪મી સદીના
१. स्वस्ति श्रीमूलसंघे भुवि विदितगणे श्रीबलात्कारसंज्ञे,
श्रीभारत्याख्यगच्छे सकलगुणनिधिवर्धमानाभिधानः । आसीद् भट्टारकोऽसौ सुचरितमकरोच्छ्रीवराङ्गस्य राज्ञो,
भव्य श्रेयांसि तन्वद् भुवि चरितमिदं वर्ततामार्कतारम् ।। १३. ८७ ૨. જૈન શિલાલેખ સંગ્રહ, ભાગ ૨, મા દિ. જૈન ગ્રન્થમાલા, લેખ સં. ૧૮૫ ૩. વી, લેખ સં. ૬૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org