________________
પૌરાણિક મહાકાવ્ય
છંદોમાં ધ્રુવિલંબિત, ભુજંગપ્રયાત, વંશસ્થ, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, માલભારિણી, માલિની અને વસંતતિલકા ઉલ્લેખનીય છે. કાવ્યમાં છંદસંબંધી અનિયમિતતાઓ પણ દૃષ્ટિગોચર થાય છે, જેમકે અનુષ્ટુપ્ના કેટલાક શ્લોકોમાં નવ અક્ષર છે, એક ઉપજાતિમાં એક ચરણ વંશસ્થનું છે, એક ઉપજાતિમાં અક્ષરાધિક્ય છે. કર્તા અને રચનાકાળ આ કાવ્યમાં કર્તાના નામનો ક્યાંય ઉલ્લેખ નથી, અને કોઈ પ્રશસ્તિ આપવામાં આવી નથી. તેથી કર્તાના અંગે અંતરંગ સાથ્ય મૂક છે. પરંતુ બાહ્ય સાક્ષ્યો દ્વારા આપણને અવશ્ય સહાયતા મળે છે, જેમકે સૌપ્રથમ ઉદ્યોતનસૂરિએ પોતાના કાવ્ય કુવલયમાલામાં (ઈ.સ.૭૭૮) વાંગરિત અને તેના કર્તા જટિલનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી પાંચ વર્ષ બાદ જિનસેને પોતાના હરિવંશપુરાણમાં (ઈ.સ.૭૮૩) કેવળ વરાંગચરિતની પ્રશંસા કરી છે – “સુંદરી નારીના જેવી વરાંગચરિતની અર્થપૂર્ણ રચના પોતાના ગુણોથી કોના હૃદયમાં પોતાના પ્રત્યે ગાઢ અનુરાગ ઉત્પન્ન નથી કરતી ?”૩ એક અન્ય જિનસેનના આદિપુરાણમાં (લગભગ ઈ.સ.૮૩૮) કેવળ જટાચાર્યની પ્રશંસા કરવામાં આવી છે, તેમાં વરાંગચરિતમાંથી ઘણી સામગ્રી લેવામાં આવી છે. ધવલ કવિએ પોતાના અપભ્રંશ હરિવંશમાં (૧૧મી સદી) તો કર્તા અને કાવ્ય બન્નેનો એકસાથે ઉલ્લેખ કર્યો છે.પ કન્નડ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત(ચામુંડરાયપુરાણ)ના કર્તા મંત્રી અને સેનાપતિ ચામુંડરાયે પોતાના પુરાણના એક ગદ્યાંશમાં વરાંગચરિતના પ્રથમ સર્ગના છઠ્ઠા અને સાતમા શ્લોકને વ્યાખ્યાન રૂપે આપ્યા છે અને પ્રથમ સર્ગના ૧૫મા શ્લોકને ‘જટાસિંહનન્દાચાર્યવૃત્તમ્' કહીને ઉદ્ધૃત કર્યો છે.
ઉક્ત ઉલ્લેખો ઉપરથી નિષ્કર્ષ નીકળે છે કે આ વરાંગચરિતના કર્તા જટિલ, જટાચાર્ય યા પૂર્ણ નામ જટાસિંહનન્દાચાર્ય છે. કન્નડ સાહિત્યના કવિઓ પમ્પ,
૧. એજન, પૃ. ૪૮-૪૯
२. जेहिं कए रमणिज्जे वरंगपउमाणचरियवित्थारे । कह व ण सलाहणिज्जे ते कइणो जडियरविसेणो ॥ वराङ्गनेव सर्वाङ्गैर्वराङ्गचरितार्थवाक् ।
कस्य नोत्पादयेद् गाढमनुरागं स्वगोचरम् ॥ १.३५ ४. काव्यानुचिन्तने यस्य जटाः प्रचलवृत्तयः । अर्थान्स्मानुवदन्तीव जटाचार्यः स नोऽवतात् ॥ १.२० ५. जिणसेणेण हरिवंसु पवित्तु जडिलमुणिणा वरंगचरित्तु ।
3.
=
Jain Education International
૧૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org