________________
પૌરાણિક મહાકાવ્ય
૧૮૫
ગયું હતું. વરાંગના પિતાએ લલિતપુરના રાજા પાસે મદદની માગણી કરી. આ તકનો વરાંગે લાભ લીધો અને બકુલનરેશને પરાસ્ત કરી તે પોતાના પિતાના નગરમાં પ્રવેશ્યો. ઉત્તમપુરની જનતાએ વરાંગનું સ્વાગત કર્યું. પછી પોતાના વિરોધીને ક્ષમા આપી વરાંગ ત્યાંનું રાજ્યશાસન સંભાળવા લાગ્યો અને પિતાની આજ્ઞાથી નવા દેશો જીતવા નીકળી પડ્યો. પછી તેણે નવું રાજ્ય સ્થાપ્યું અને આનર્તપુરને પોતાની રાજધાની બનાવી. એક દિવસ પોતાની પટરાણીએ પૂછતાં તેણે ગૃહસ્થ ધર્મનો મર્મ સમજાવ્યો અને ત્યાં જિનગૃહ અને જિનપ્રતિમાની સ્થાપના કરી.
એક દિવસે વરાંગે આકાશમાંથી એક તારો ખરતો જોયો. તેથી તેને વૈરાગ્ય જભ્યો અને તેણે પોતાના પુત્ર સુગાત્રને રાજ્યભાર સોંપી દીધો. વરાંગે વરદત્ત કેવલી પાસે જૈની દીક્ષા લીધી અને તપસ્યા કરી વરાંગ મોક્ષે ગયા.
વરાંગચરિતના પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં વરાંગચરિતને ધર્મકથા કહેવામાં આવી છે. જો કે કવિએ આ રચનાને મહાકાવ્યની ઉપાધિ નથી આપી તેમ છતાં તેમાં પૌરાણિક મહાકાવ્યની અનેક વિશેષતાઓ છે, જેમકે સર્ગોમાં વિભાજન, નગર, ઋતુ, કેલિ, વિરહ, વિવાહ, યુદ્ધ, વિજય વગેરેનાં મહાકાવ્યોચિત વર્ણનો, વિભિન્ન છંદોનો પ્રયોગ અને સર્વાન્ત છંદપરિવર્તન. કાવ્યનો નાયક વરાંગ ધર્મવીર અને યુદ્ધવીર છે. - વરાંગચરિતમાં જૈન સિદ્ધાન્તો અને નિયમોનું વર્ણન ઘણું છે. ચોથાથી દસમો સર્ગ તથા છવ્વીસમો અને સત્તાવીસમો સર્ગ આ નિમિત્તે જ રચવામાં આવેલા છે. જો આ સર્ગોને કૃતિમાંથી દૂર કરવામાં આવે તો તેથી ઘટનાઓના આલેખનમાં કોઈ ફેર પડતો નથી. આ કાવ્યમાં અનેક સ્થળે જીવ અને કર્મનો સંબંધ, સુખદુઃખનું કારણ, સમ્યક્ત અને મિથ્યાત્વ, સંસારનું સ્વરૂપ, ગૃહસ્થધર્મ, જિનપૂજા અને જિનમંદિરનિર્માણનું મહત્ત્વ, મહાવ્રત, ગુપ્તિ, સમિતિ વગેરેનું નિરૂપણ કર્યું છે. કવિએ અનેક પ્રસંગોએ અન્ય મતોની આલોચના કરી છે. તેમણે સંસારની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલયનાં કારણ તરીકે પુરુષ, ઈશ્વર, કાલ, કર્મ, દૈવ, ગ્રહ, વગેરેનું ખંડન કર્યું છે. તેવી જ રીતે ક્ષણભંગવાદ, શૂન્યવાદ, વિજ્ઞાનવાદ અને પ્રતીત્યસમુત્પાદવાદ એ બૌદ્ધ સિદ્ધાન્તોનું ખંડન કર્યું છે. કવિએ રુદ્ર, અગ્નિ, બ્રહ્મા, વિષ્ણુ, ઈન્દ્ર, કુમાર અને બુદ્ધના દેવપણાની પણ સમીક્ષા કરી છે. કવિએ જન્મઆધારિત વર્ણવ્યવસ્થાનું ખંડન કર્યું છે અને પુરોહિતવર્ગની કટુ આલોચના
१. इति धर्मकथोद्देशे चतुर्वर्गसमन्विते । स्फुटशब्दार्थसन्दर्भे वराङ्गचरिताश्रिते ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org