________________
૧૮૬
જેન કાવ્યસાહિત્ય
કરતી વખતે બ્રાહ્મણત્વનો ખરો આધાર તો વિદ્વત્તા, સત્યતા અને સાધુશીલતા છે એમ કહ્યું છે.'
કવિએ પોતાના સમયમાં (બાદામીના ચાલુક્યવંશના રાજ્યકાળમાં) દક્ષિણ ભારતમાં જૈનધર્મનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. તેમણે જૈન મંદિરો, જૈન પ્રતિમાઓ અને જૈન મહોત્સવોનું રોચક વર્ણન કર્યું છે. રાજ્ય તરફથી જૈન મંદિરોને ગ્રામ વગેરેનું દાન આપવાના ઉલ્લેખો પણ તેમણે કર્યા છે. આનું સમર્થન કદમ્બ, ચૌલુક્ય અને રાષ્ટ્રકૂટવંશીય શિલાલેખો પણ કરે છે. આ કાવ્ય તત્કાલીન અન્ય સામાજિક અને રાજકીય પરિસ્થિતિનું પણ દિગ્દર્શન કરાવે છે.
વિવિધ વર્ણનો અને ધાર્મિક ચર્ચાઓ હોવા છતાં કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ આ કાવ્યમાં કેટલીક વિશેષતાઓ અને ત્રુટિઓ પણ છે. કાવ્યનો પ્રધાન રસ શાન્તરસ છે; અને ઉચિત પ્રસંગોએ અન્ય રસોનું આલેખન પણ થયું છે, જેમકે વરાંગ અને તેની નવોઢા પત્નીઓના કેલિવર્ણનમાં સંયોગશૃંગારની, તેરમા સર્ગમાં પુલિન્દવસતીના ચિત્રણમાં બિભત્સ રસની અને ચૌદમા સર્ગમાં યુદ્ધવર્ણનમાં વીરરસની અભિવ્યક્તિ સુંદર રીતે કરવામાં આવી છે. વરાંગચરિતની શૈલી અસ્તવ્યસ્ત છે. તેમાં સંસ્કૃત ભાષાનો પ્રવાહ એટલો સારો નથી. તેમાં કેટલાય પ્રાકૃત શબ્દોનો સંસ્કૃતમાં પ્રયોગ થયો છે, જેમકે ગોણ, તુમ્બ, બર્કર, અદ્ધા વગેરે. કેટલાક સંસ્કૃત શબ્દોનાં લિંગ બદલી નાખવામાં આવ્યાં છે, જેમકે ગેહ, જાલ, ભૂષણ, ચક્ર શબ્દોને પુંલિંગી અને અક્ષત, વૃત્તાન્તને નપુંસકલિંગી બનાવી દેવાયા છે. અશ્વઘોષ, વાલ્મીકિ વગેરેની જેમ કવિએ ધાતુના અનિયમિત રૂપોનો પ્રયોગ કર્યો છે, જેમકે સસુજુને માટે સસછું, જુહુવાને માટે જુહા, સુસાધ્યને માટે સુસાધયિત્વા, વગેરે. અલંકારોના પ્રયોગમાં કવિ બહુ ઊતર્યા નથી, તો પણ તેમની અનેક ઉપમાઓ પ્રશંસાયોગ્ય છે. ઉદાહરણાર્થ –
निदाघमासे व्यजनं यथैव करात्करं सर्वजनस्य याति । तथैव गच्छन् प्रियतां कुमारो वृद्धि च बालेन्दुरिव प्रयातः ।। २८. ६० ॥
વરાંગચરિતમાં વિવિધ છન્દોનો પ્રયોગ થયો છે. તેમાં ઉપજાતિનો પ્રયોગ સર્વાધિક થયો છે (૧૮૭૯) અને ક્રમમાં પછી આવે છે અનુષ્ટપુ (૪૬૯). અન્ય
૧. પ્રસ્તાવના, પૃ. ૩૨-૩૫, ૬૮-૭૦. ૨. એજન, પૃ. ૩૫-૩૯, ૭૦-૭૩ ૩. એજન, પૃ. ૪૨-૪૮, ૭૪-૭૬ ૪. એજન, પૃ. ૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org