________________
૧૮૪
જૈન કાવ્યસાહિત્ય
છે. તેમાં ૩૧ સર્ગો છે અને કુલ મળીને વિવિધ વૃત્તોમાં રચાયેલા ૨૮૧૫ શ્લોકો
કથાવસ્તુ – વિનીત દેશના ઉત્તમપુર નગરમાં રાજા ધર્મસેન હતા. તેમને રાણી ગુણવતી હતી. તેમને વરાંગ નામે રાજકુમાર થયો. યુવાન થયો એટલે તેનાં લગ્ન દસ રાજકુમારીઓ સાથે કરવામાં આવ્યાં. એક વાર તે નગરમાં ભગવાન નેમિનાથના પ્રધાન શિષ્ય વરદત્ત આવ્યા. તેમની પાસેથી રાજા ધર્મસેને અને રાજકુમાર વરાંગે ધર્મ સાંભળ્યો અને અંતે સમ્યક્ત-મિથ્યાત્વનું સ્વરૂપ સમજી વરાંગે તેમની પાસે અણુવ્રતો ગ્રહણ કર્યા અને બધાં પ્રાણીઓ પ્રત્યે મૈત્રી અને પ્રેમભર્યું આચરણ શરૂ કર્યું. રાજાને ત્રણ સો પુત્રો હોવા છતાં પણ વરાંગના ગુણોથી પ્રભાવિત થઈ તેને યુવરાજ પદ આપ્યું. તેને કારણે વરાંગની ઓરમાન માતા મૃગસેના અને તેનો પુત્ર સુષેણ ઈર્ષા કરવા લાગ્યાં અને વરાંગને ભગાડવા માટે તેમણે સુબુદ્ધિ નામના મંત્રીની મદદ મેળવી. એક વાર મંત્રી દ્વારા પળોટાયેલો દુષ્ટ ઘોડો વરાંગને સવારી કરવા આપ્યો. ઘોડો વરાંગને એક ગાઢ જંગલમાં લઈ ગયો અને ત્યાં તે ઘોડો વરાંગને પછાડી ભાગી ગયો. વરાંગને જંગલમાં અનેક કષ્ટ સહેવા પડ્યાં. એક વાર એક હાથીની મદદથી તેણે એક વાઘના મુખમાંથી પોતાની જાત બચાવી. તે જંગલમાં જ એક પક્ષીએ એક સુંદરીનું રૂપ ધારણ કરીને વરાંગને લલચાવવાની ઈચ્છા કરી પરંતુ સ્વદારસંતોષવ્રતમાં તે અડગ રહ્યો. ત્યાં ભ્રમણ કરતો હતો ત્યારે ભીલોએ તેને પકડ્યો પરંતુ ભીલોના મુખીના પુત્રને સર્પદંશથી સારો કરવાને કારણે તેને છોડી મૂકવામાં આવ્યો. એક વાર ભીલો સાથે લડીને તેણે વણિકોના સંઘની રક્ષા કરી અને તેમના મુખીની સાથે લલિતપુર આવીને “કશ્ચિદ્ભટ' નામ રાખીને રહેવા લાગ્યો.
આ બાજુ વરાંગ અચાનક ગાયબ થઈ જવાથી તેના માતા-પિતા અને પત્નીઓ બહુ શોકાકુલ બની ગયાં પરંતુ એક મુનિએ તેમને સાત્ત્વના આપી એટલે તે બધાં ધર્મધ્યાનમાં સમય વીતાવવા લાગ્યા. એક વાર મથુરાના રાજાએ લલિતપુર ઉપર ચઢાઈ કરી પરંતુ કશ્ચિદૂભટ નામધારી વરાંગે લલિતપુરના રાજાને મદદ કરી દુશ્મન રાજાને હરાવી ભગાડી મૂક્યો. એટલે બદલામાં લલિતપુરના રાજાએ પોતાની કન્યાઓને તેની સાથે પરણાવી તેને અર્ધ રાજય આપ્યું. એક વખત વરાંગના પિતાના રાજ્ય ઉપર બકુલનરેશે આક્રમણ કર્યું કારણ કે વરાંગના ઓરમાન ભાઈ સુષેણે જયારથી રાજયનો ભાર સંભાળ્યો ત્યારથી શાસનકાર્ય બગડી ૧. જિનરત્નકોશ, પૃ. ૩૪૨; ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્ધ (સં.), વરાંગચરિત,
માણિકચન્દ્ર દિગંબર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, ૧૯૩૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org