________________
પૌરાણિક મહાકાવ્ય '
૧૮૩
અંજનાસુંદરીચરિત – હનુમાનની માતા અંજનાસુંદરી ઉપર અંજનાસુંદરીચરિત નામનું ખરતરગચ્છના જિનચન્દ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિમહત્તરાકૃત ૫૦૩ પ્રાકૃત ગાથાઓનું કાવ્ય (સં. ૧૪૦૬), જિનહંસના શિષ્ય પુણ્યસાગરગણિકૃત (૩૦૩ સંસ્કૃત શ્લોકોવાળું) કાવ્ય, ખરતરગચ્છના રત્નમૂર્તિના શિષ્ય મેરુસુન્દર ઉપાધ્યાયકૃત (૧૬મી સદી) કાવ્ય તથા બ્રહ્મ. જિનદાસકૃત કાવ્ય મળે છે.
રાજીમતી-રૂકમિણી-સુભદ્રા-દ્રોપદીચરિત– ભગવાન નેમિનાથ અને કૃષ્ણકાલીન અનેક ધર્મપરાયણા સ્ત્રીઓનાં ચરિત્રો પણ જૈન કવિઓએ રચ્યાં છે, જેમકે નેમિનાથની સંસારી પત્ની રાજીમતી ઉપર આશાધરકૃત રાજીમતીવિપ્રલંભ (ખંડકાવ્ય) તથા યશશ્ચન્દ્રકૃત રાજીમતીપ્રબોધનાટક; કૃષ્ણની પત્ની રુકમિણી ઉપર રમિણીચરિત (જિનસમુદ્ર, ૧૮મી સદી), સમિણીકથાનક (છત્રસેન આચાર્ય); કૃષ્ણની બેન સુભદ્રા ઉપર સુભદ્રાચરિત્ર (ગ્રન્થાઝ ૧૫૦૦) તથા પાંડવપત્ની દ્રૌપદી ઉપર દ્રૌપદીસંહરણ (સમયસુંદર, ૧૭મી સદી), દ્રૌપદીહરણાખ્યાન (પંડિત લાલજી) તથા અજ્ઞાતકર્તક દ્રૌપદીચરિત. આ બધાં કાવ્યો ઉપલબ્ધ છે.
વરાંગચરિત્ર – બાવીસમા તીર્થંકર નેમિનાથ અને શ્રીકૃષ્ણના સમકાલીન રાજા અને પુણ્યપુરુષ વરાંગનું કથાવસ્તુ, કાવ્યના માધ્યમથી ગૃહસ્થધર્મ (અણુવ્રતો) અને અધ્યાત્મધર્મ લોકોને સમજાવવા માટે, જૈન કવિઓમાં પ્રિય રહ્યું છે. વરાંગના ચરિતમાં ધર્મ-અર્થ-કામ-મોક્ષ ચતુર્વર્ગસમન્વિત ધર્મકથાનું દર્શન કાવ્યસર્જકોએ કર્યું અને તેમણે વાચકોને કરાવ્યું. આજ સુધી વરાંગચરિત શીર્ષકવાળાં ત્રણ સંસ્કૃત, એક કન્નડ અને બે હિન્દી કાવ્યો મળ્યાં છે. કેવળ સંસ્કૃત કાવ્યોનો જ પરિચય નીચે આપ્યો છે.
૧. વરાંગચરિત – જૈન ચરિતકાવ્યોમાં સંસ્કૃતમાં રચાયેલું મહત્ત્વપૂર્ણ સૌપ્રથમ ચરિતકાવ્ય જટાસિંહનદિનું વરાંગચરિત છે. જો કે તેના પહેલાંનું રવિષેણનું પદ્મચરિત ઉપલબ્ધ છે પરંતુ તે અધિકાંશ “પઉમચરિયની છાયારૂપ સિદ્ધ થયું છે અને વળી તે બહુનાયકવાળી રચના છે. પ્રસ્તુત કાવ્ય એક નાયકવાળી રચના
૧. એજન, પૃ. ૪ ૨. એજન, પૃ. ૩૩૧ ૩. એજન, પૃ. ૩૩ર ૪. એજન, પૃ. ૪૪૫ ૫. એજન, પૃ. ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org