________________
૧૮૦
महासेनस्य मधुरा शीलालंकारधारिणी । कथा न वर्णिता केन वनितेव सुलोचना ॥
અર્થાત્ શીલરૂપ અને મધુરા નિતા જેવી મહાસેનની સુલોચનાકથાની પ્રશંસા કોણે નથી કરી ? ધવલ મહાકવિએ રવિષેણના પદ્મચરિતની સાથે મહાસેનની સુલોચનાકથાનો ઉલ્લેખ કર્યો છે
मुणि महसेण सुलोयणु जेण, पउमचरिउ मुणि रविसेणेण । કર્તા અને રચનાકાળ આ કાવ્યના કર્તા મહાસેન છે. તે વિ.સં. ૮૩૫થી વહેલા થયા છે. ઉદ્યોતનસૂરિ અને જિનસેન સમકાલીન તથા એકદેશસ્થ હતા. તેથી સંભાવના એ છે કે બન્ને દ્વારા પ્રશંસિત કથાગ્રંથ આ એક જ હતો. સંભવતઃ તે પ્રાકૃત રચના હતી. સુલોચનાચરિત આ કૃતિ ૯ પરિચ્છેદોમાં વિભક્ત છે. તેનો ગ્રન્થાગ્ર ૪૫૨૫ શ્લોકપ્રમાણ છે. પ્રશસ્તિ અનુસાર તે સુગમ સંસ્કૃતમાં રચાઈ છે. તેના કર્તા ભટ્ટારક વાદિચન્દ્ર છે. તેમની અન્ય કૃતિઓ છે - પાર્શ્વપુરાણ, જ્ઞાનસૂર્યોદય, પવનદૂત, યશોધરરિત, પાંડવપુરાણ, વગેરે તથા કેટલીક ગુજરાતી રચનાઓ પણ. પ્રસ્તુત કૃતિની એક પ્રત ઈડરના ભંડારમાં છે, તેને કર્તાના શિષ્ય બ્ર. સુમતિસાગરે બ્યારાનગરમાં વિ.સં.૧૬૬૧માં લખી હતી. તેથી કૃતિની રચના અવશ્ય તેની કેટલાંક વર્ષો પહેલાં થઈ હોવી જોઈએ.
-
-
3.
૪. એજન
જૈન કાવ્યસાહિત્ય
બ્ર. કામરાજની આ વિષયની રચનાનું નામ જયપુરાણ કે જયકુમારચરિત્ર છે. આ સંસ્કૃત કાવ્ય છે. તેમાં ૧૩ સર્ગ છે. પ્રભુરાજકૃત જયકુમારચરિત્રનો ઉલ્લેખ માત્ર મળે છે. આ ચિરત ઉપર અપભ્રંશમાં બ્ર. દેવસેન અને ૨ઈધૂની રચનાઓ પણ મળે છે.
ભરતના ઉક્ત સેનાપતિના ચરિત્ર ઉપરાંત ભરતના એક પુત્ર અને ઋષભદેવના
Jain Education International
૧. જિનરત્નકોશ, પૃ. ૪૪૭; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૮૮ ૨. વિહાય પાન્જિં મુમૈર્વવનો
चकार चरितं साध्व्या वादिचन्द्रोऽल्पमेधसाम् ॥
જિનરત્નકોશ, પૃ. ૧૩૨
For Private & Personal Use Only
www.jainelibrary.org