________________
૧૭૮
જૈન કાવ્યસાહિત્ય
બીજી કૃતિ સંસ્કૃત ગદ્યમાં છે. તેની રચના તપાગચ્છના પ્રભાવક આચાર્ય યશોવિજયના ગુરુભાઈ પમવિજયે સં. ૧૮૫૮માં કરી છે. આ કૃતિનો આધાર મુનિસુન્દરકૃત રચના છે. પ્રકીર્ણક પાત્રોનાં ચરિત્રો
ઉપર્યુક્ત શ્રેણીબદ્ધ (તીર્થંકર-ચક્રવર્તીથી શરૂ કરી પ્રત્યેકબુદ્ધ સુધી) ચરિત્રો અને પૌરાણિક કાવ્યો ઉપરાંત સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક પ્રકીર્ણક કાવ્યો મળે છે, તે કાવ્યોમાં એવાં પાત્રોનાં ચરિત્રો આલેખવામાં આવ્યાં છે જે ઉપર્યુક્ત તીર્થંકરચક્રવર્તી આદિનાં જીવનથી સંબદ્ધ હોય કે તેમના સમકાલીન હોય, અને એ પાત્રોનાં ભવ્ય જીવન પ્રત્યે કવિઓ અને શ્રોતાઓને વિશેષ અભિરુચિ હોય. અહીં અમે પહેલા તીર્થંકરથી અંતિમ તીર્થંકર સુધીના કાલખંડમાં થયેલાં પાત્રો ઉપર આધારિત મુખ્ય કાવ્યોનો પરિચય કરાવીએ છીએ.
જયકુમાર-સુલોચનાચરિત – ભરત ચક્રવર્તીના સેનાપતિ અને હસ્તિનાપુરના રાજા જયકુમાર (મેઘેશ્વર) તથા તેમની રાણી સુલોચનાના કૌતુકપૂર્ણ ચરિતના ઉપર જૈન કવિઓએ સુલોચનાકથા યા ચરિત, જયકુમારચરિત, સુલોચનાવિવાહ નાટક (વિક્રાન્તકૌરવ નાટક) આદિ વિવિધ પ્રકારનાં કાવ્યો રચ્યાં છે. કથાપ્રસંગમાં કવિઓને ઉક્ત ચરિતની કેટલીય વાતો રોચક જણાઈ. જયકુમાર સૌન્દર્ય અને શીલનો ભંડાર હતા. એક વાર તે કાશીરાજ અકંપનની પુત્રી સુલોચનાના સ્વયંવરમાં આવ્યા. અનેક સુન્દર રાજકુમારો, એટલે સુધી કે ભરત ચક્રવર્તીના પુત્ર અર્કકીર્તિ તેમાં હોવા છતાં સુલોચનાએ વરમાળા જયકીતિને પહેરાવી. સ્વયંવર સમાપ્ત થતાં જ ભરતપુત્ર અર્કકીર્તિ અને જયકુમાર વચ્ચે યુદ્ધ શરૂ થયું પરંતુ વિજય જયકુમારનો થયો. આ અપ્રિય ઘટનાની ખબર ભરત ચક્રવર્તીને મોકલવામાં આવી. તે સાંભળી ચક્રવર્તી ભરતે જયકુમારની ભારે પ્રશંસા કરી. લગ્ન પછી વિદાય લઈને જયકુમાર ચક્રવર્તી ભરતને મળવા અયોધ્યા જાય છે અને ત્યાંથી પાછા વળી જ્યારે તે પોતાના પડાવ તરફ જાય છે ત્યારે માર્ગમાં ગંગા નદી પાર કરતી વખતે તેના હાથીને એક દેવી મગરનું રૂપ ધરી પકડી લે છે. તેથી જયકુમાર-સુલોચના હાથી સાથે ગંગા નદીમાં ડૂબવા લાગે છે. તે સમયે સુલોચના પંચનમસ્કારમંત્રની આરાધનાથી તે ઉપસર્ગને દૂર કરે છે. હસ્તિનાપુર પહોંચી
૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૪; આ કૃતિ પાલીતાણાથી સન્ ૧૯૨૧માં પ્રકાશિત થઈ છે. ૨. એજન, પૃ. ૧૩૨ અને ૪૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org