________________
૧૭૬
જેન કાવ્યસાહિત્ય
કાવ્ય અનેક અદ્ભુત ઘટનાઓથી ભર્યું છે. તેમાં સરળ અને પ્રસાદપૂર્ણ રીતે અનેક અવાજોરકથાઓ કહેવામાં આવી છે. આ કાવ્યનો આધાર પૂર્વાચાર્યોની પ્રાકૃત કૃતિઓ છે. ૧
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા સત્યરાજગણિ છે. તેમણે કૃતિના અન્ત ૧૦ પદ્યોની પ્રશસ્તિમાં પોતાનો પરિચય આપ્યો છે. તેમાંથી જાણવા મળે છે કે તે પૂર્ણિમાગચ્છના પુણ્યરત્નસૂરિના શિષ્ય હતા. આ કૃતિ અમદાવાદમાં વિ.સં. ૧૫૩૫માં રચાઈ છે. રચના સમયે તેમના ગુરુની વિદ્યમાનતા માંડલ પત્તનના ઋષભદેવ મંદિરમાંથી મળેલ એક ધાતુપ્રતિમાલેખ (વિ.સં. ૧૫૩૧)માંથી જાણવા મળે છે.
૩. પૃથ્વીચન્દ્રચરિત – વૃદ્ધતપાગચ્છના ઉદયસાગરના શિષ્ય લબ્ધિસાગરે આ સંસ્કૃત કાવ્યને સં. ૧૫૫૮માં રચ્યું હતું. તેમની બીજી રચના શ્રીપાલકથા સં. ૧૫૫૭માં લખાઈ હતી.
૪. પૃથ્વીચન્દ્રચરિત – આ સંસ્કૃત ગદ્યમયી ૧૧ સર્ગો ધરાવતી બૃહત કૃતિ છે. તેનો ગ્રન્થાઝ ૫૯૦૧ શ્લોકપ્રમાણ છે. ગદ્ય સરળ છે અને વચ્ચે વચ્ચે સંસ્કૃત અને પ્રાકૃત પદ્યો પણ ઉદ્ધત છે. કવિએ પોતાની રચનાનો આધાર કોઈ પ્રાકૃત કૃતિને માન્યો છે : ઋવિના પ્રાકૃતી પ્રવ્રુતપૃથ્વીન્દ્રવતિર્થ સાધવર્ધમાયા किञ्चित् लिख्यते ।
કર્તા અને કૃતિકાળ – કૃતિના અંતે ૧૧ પદ્યોની પ્રશસ્તિ આપી છે. તેમાંથી જાણવા મળે છે કે તેના કર્તા તપાગચ્છની સંવિગ્નશાખાના પદ્મવિજયગણિના શિષ્ય રૂપવિજયગણિ છે. તેમણે આ કાવ્ય અમદાવાદ નગરમાં વિ.સં. ૧૮૮૨ શ્રાવણ માસમાં નેમિનાથના જન્મદિને રચ્યું હતું.'
આ જ વિષયની અન્ય કૃતિઓના કર્તાઓનાં નામ અજ્ઞાત છે. તેમાં એક કૃતિ સંસ્કૃત ગદ્યમાં પણ મળે છે."
૧. પ્રશસ્તિ , પદ્ય ૪ ૨. જિનરત્નકોશ, પૃ. ૨૫૬; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૮ ૩. એજન, પૃ. ૨પ૬ ૪. જૈનધર્મ પ્રસારક સભા, ભાવનગર, ૧૯૧૮; મેસર્સ એ. એમ. કંપની, ભાવનગર,
૧૯૩૬, પ્રશસ્તિ, પદ્ય ૫-૧૧. ૫. જિનરત્નકોશ, પૃ. ૨૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org