________________
પૌરાણિક મહાકાવ્ય
૧૭૫
અને રાણી ગુણસેના, ૩. દેવસિંહ રાજા અને રાણી કનકસુંદરી, ૪. દેવરથ અને રત્નાવલી, ૫. પૂર્ણચન્દ્ર અને પુષ્પસુન્દરી, ૬. શૂરસેન અને મુક્તાવલી, ૭. પદ્મોત્તર અને હરિવેગ (વિદ્યાધર રાજા), ૮. ગિરિસુન્દર અને રત્નસાર (વૈમાતૃક ભાઈ), ૯. કનકધ્વજ અને જયસુન્દર (સહોદર ભાઈ), ૧૦. કુસુમાયુધ અને કુસુમકેતુ (પિતા-પુત્ર) અને ૧૧. અન્ને મહારાજા પૃથ્વીચન્દ્ર અને શ્રેષ્ઠિપુત્ર ગુણસાગર થયા. બન્નેના મનોભાવો એટલા નિર્મળ હતા કે બન્ને ગૃહસ્થાવસ્થામાં જ કેવળજ્ઞાની બની ગયા અને મોક્ષે ગયા. પૃથ્વીન્દ્રના પ્રથમ ભવ શંખ-કલાવતીને લઈને સ્વતંત્ર કથાકૃતિઓ પણ રચાઈ.
અહીં પૃથ્વીચન્દ્ર રાજર્ષિની કથા સંબંધી કેટલીક કૃતિઓનો પરિચય આપીએ છીએ.
પુવીચંદરિય – આ કૃતિ પ્રાકૃત છે. તેમાં ૭૫૦૦ ગાથાઓ છે. કૃતિ વિશાળ છે. તે અનેક અવાજોરકથાઓથી ભરેલી છે. તેની રચના બૃહદ્ગથ્વીય સર્વદેવસૂરિના પ્રશિષ્ય અને નેમિચન્દ્રના શિષ્ય સત્યાચાયૅ મહાવીર સં. ૧૬૩૧ અર્થાત્ વિ.સં. ૧૧૬૧માં કરી હતી. તેની હસ્તપ્રતો મળે છે.
તેના ઉપર ૧૧૦૦ શ્લોકપ્રમાણ કનકચન્દ્રસૂરિકૃત ટિપ્પણ તથા રત્નપ્રભસૂરિકૃત ચરિત્રસંકેત ટિપ્પણ (૫૦૦ શ્લોકપ્રમાણ) પણ મળે છે.
૧. પૃથ્વીચન્દ્રચરિત – આ ૧૧ સોંવાળી સંસ્કૃત રચના છે. તેનું પરિમાણ ૨૬૫૪ શ્લોકપ્રમાણ છે. તેની રચના ખરતરગચ્છના જિનવર્ધનસૂરિના શિષ્ય જયસાગરગણિએ પાલનપુરમાં સં. ૧૫૦૩માં કરી હતી. તેમની બીજી કૃતિ પર્વરત્નાવલી છે.
૨. પૃથ્વીચન્દ્રચરિત – આ સંસ્કૃત કાવ્ય અનુરુપ છંદમાં રચાયું છે. તેમાં ૧૧ સર્ગ છે. તેનો ગ્રન્થાઝ ૧૮૪૬ શ્લોકપ્રમાણ છે. તેમાં સર્ગોનાં નામ પૃથ્વીચન્દ્ર અને ગુણસાગરના ૧૧ પૂર્વ મનુષ્યભવોનાં નામ ઉપરથી રાખવામાં આવ્યાં છે.
૧. જિનરત્નકોશ, પૃ. ૨૫૫-૨૫૬ ૨. એજન, પૃ. ૨પ૬ ૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા (સં. ૪૪), ભાવનગર, વિ.સં. ૧૯૭૬; જૈન સાહિત્યનો
સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૧૬માં આને જોયા વિના જ ગદ્યપદ્યમય શ્લેષગ્રન્થ કહેવામાં
આવેલ છે. ૪. પ્રશસ્તિ, પદ્ય ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org