________________
પૌરાણિક મહાકાવ્ય
૧૭૩
યશ-કીર્તિ અને મલ્લિભૂષણના ધન્યકુમારચરિત્રનો કેવળ ઉલ્લેખ જ મળે છે. તેવી જ રીતે બિલ્ડણકવિકૃત ધન્યકુમારચરિતનો કેવળ ઉલ્લેખ જ મળે છે.'
૨. ધન્યકુમારચરિત - આ પાંચ સર્ગનું કાવ્ય છે. તેની રચના ભટ્ટારક વિઘાનદિ અને મલ્લિભૂષણના શિષ્ય બ્રહ્મ. નેમિદત્ત કરી હતી. બ્રહ્મ. નેમિદત્તનો સાહિત્યકાળ સં. ૧૫૧૮-૨૮ મનાય છે.
શાલિભદ્રચરિત – આ કાવ્યની રચના વિનયસાગરગણિએ સં. ૧૬૨૩માં કરી હતી. આ રચના અને તેના કર્તાના સંબંધમાં વિશેષ કંઈ જાણવા મળ્યું નથી. પ્રભાચન્દ્રકૃત શાલિભદ્રચરિતનો પણ ઉલ્લેખ મળે છે.
પ્રાકૃતમાં પણ કેટલાંક શાલિભદ્રચરિત્રોની ભાળ મળી છે. એકમાં ૧૭૭ ગાથાઓ છે. પ્રારંભ “સુરવરયાનું નક્નીસેલમાનંથી થાય છે. બીજાંઓનો કેવળ ઉલ્લેખ જ મળે છે.*
ધન્યવિલાસ – આનો ગ્રન્યાગ્ર ૧૧૦૦ શ્લોકપ્રમાણ છે. આ કૃતિ સંસ્કૃત છે. તેના કર્તા ધર્મસિંહસૂરિ છે. તેની એક હસ્તપ્રત મળી છે.'
ધન્યચરિત – આ “સંસ્કૃતાભાસજલ્પમય' વિશાળ ગદ્યરચના છે. તેનો ગ્રન્થાગ્ર ૯OOO શ્લોકપ્રમાણ છે. આ કાવ્ય નવ પલ્લવોમાં વિભક્ત છે. આમાં ધન્યકુમાર અને શાલિભદ્ર બન્નેનાં ચરિત્રો છે.
આ કૃતિનો આધાર જિનકીર્તિની ઉપર જણાવેલી કૃતિ દાનકલ્પદ્રુમ અપરનામ ધન્યશાલિચરિત્ર છે. કૃતિની વચ્ચે અનેક અવાન્તર કથાઓ આવે છે. આ કૃતિ
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૭ ૨. એજન ૩. એજન, પૃ. ૩૮૨ ૪. એજન ૫. એજન, પૃ. ૧૮૭ ૬. એજન; પોપટલાલ પ્રભુદાસ, સિહોર દ્વારા વિ.સં. ૧૯૯૬માં પ્રકાશિત. ७. इति श्री जिनकीर्तिविरचितस्य पद्यबद्ध श्रीधन्यचरित्रशालिनः.
महोपाध्यायश्रीज्ञानसागरगणिशिष्याल्पमतिग्रथितगद्यरचनाप्रबन्धे इत्येवं मया धन्यमुनेः शालिभद्रमुनेः चरितं संस्कृताभासजल्पमयं गद्यबन्धेन लिखितम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org