________________
પૌરાણિક મહાકાવ્ય
૧૭૧
ધન્યશાલિભદ્રકાવ્ય – આ કાવ્યમાં ૬ પરિચ્છેદ છે. ૧ ગ્રન્થાઝ ૧૪૬૦ અને તેમાં પ્રશસ્તિનાં પદ્યો ઉમેરતાં કુલ પરિમાણ ૧૪૯૦ શ્લોકપ્રમાણ છે. કૃતિના અંતે વિવિધ છન્દોમાં ૧૫ પદ્યોની પ્રશસ્તિ આપવામાં આવી છે. કૃતિને મહાકાવ્ય કહેવામાં આવી છે કારણ કે તેમાં અનેક રસો, અલંકારો અને વિવિધ છંદોનો પ્રયોગ થયો છે તથા સંક્ષેપમાં નગરો, ઉપવનો, વગેરેનાં વર્ણનો પણ છે. કથાનો મૂળ ઉદ્દેશ દાનધર્મનું માહાભ્ય દર્શાવવાનો છે, તેથી અહીંતહીં સુલલિત પદોમાં ધાર્મિક ઉપદેશો આવે છે. કાવ્યમાં વચ્ચે વચ્ચે આવતાં ઉખાણાઓ અને સંવાદોએ કથાનકને બહુ જ સજીવ અને રોચક બનાવી દીધું છે.
કતો અને રચનાકાળ – આ કાવ્યના પ્રણેતા જિનપતિસૂરિના શિષ્ય પૂર્ણભદ્રસૂરિ છે. તેમણે જેઠ સુદ ૧૦, વિ.સં. ૧૨૮૫માં જેસલમેરમાં રહીને આ કૃતિ પૂરી કરી હતી. તેમાં તેમને સર્વદેવસૂરિની સહાયતા મળી હતી. પ્રશસ્તિમાં કર્તાએ પોતાની ગુરુપરંપરા જિનેશ્વરસૂરિથી શરૂ કરી છે. કર્તાની અન્ય રચનાઓ છે અતિમુક્તકચરિત્ર (સં. ૧૨૮૨) તથા કૃતપુણ્યચરિત્ર (સં. ૧૩૦૫).
શાલિભદ્રચરિત – આ લઘુકાવ્ય છે. તે સાત પ્રક્રમોમાં વિભક્ત છે. એક આલંકારિક કાવ્યની બધી વિશેષતાઓથી તે યુક્ત છે. હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતના ૧૦મા પર્વનો પ૭મો અધ્યાય પ્રસ્તુત કાવ્યનો આધાર છે. આ કાવ્યનું નામ દાનધર્મકથા પણ છે. અનેક સૂક્તિઓ, નીતિ અને વ્યાવહારિક કહેવતોથી તેને સુંદર બનાવાયું છે.
કર્તા અને રચનાકાળ – આ કાવ્યની રચના ધર્મકુમારે સં. ૧૩૩૪માં કરી છે. ધર્મકુમાર નાગેન્દ્રકુળના આચાર્ય સોમપ્રભના શિષ્ય વિબુધપ્રભના શિષ્ય હતા. કાવ્યની રચનામાં કનકપ્રભના શિષ્ય અને અનેક ગ્રંથોના સંશોધક આચાર્ય પ્રદ્યુમ્ન
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૮; જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર, સૂરત, વિ.સં. ૧૯૯૧ ૨. પ્રશસ્તિ, પદ્ય સં. ૧૧-૧૨. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૮૨; તેની કથાનો સંક્ષેપ અંગ્રેજીમાં વિન્ટરનિટ્સે પોતાના ગ્રંથ હિસ્ટ્રી ઑફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૧૮માં આપ્યો છે. આ કૃતિ યશોવિજય ગ્રન્થમાલા, વારાણસીથી પ્રકાશિત (૧૯૧૦) છે. બ્લમફીલ્ટે અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીની પત્રિકા, ભાગ ૪૩, પૃ. ૨૫૭ આદિ ઉપર વિસ્તૃત પરિચય આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org