________________
૧૭૨
જૈન કાવ્યસાહિત્ય
સહાયતા કરી હતી. પ્રદ્યુમ્નના પહેલાં પ્રભાચન્દ્ર (પ્રભાવક ચરિત્રકારે) તેનું સંશોધન કર્યું હતું.
ધન્યશાલિભદ્રચરિત – આના કર્તા રુદ્રપલ્લીયગચ્છના દેવગુપ્તના શિષ્ય ભદ્રગુપ્ત છે. કાવ્યનો રચનાકાળ સં. ૧૪૨૮ આપવામાં આવ્યો છે.
ધન્યશાલિચરિત – આનું બીજું નામ ધન્યનિદર્શન પણ છે. તેની રચના દયાવર્ધનસૂરિએ સં. ૧૪૬૩માં કરી છે. તેમના ગુરુનું નામ જયપાંડુ યા જયચન્દ્ર યા જયતિલક છે. કર્તાની બીજી મહત્ત્વની કૃતિ રત્નશેખરરત્નવતીકથા (સં. ૧૪૬૩) છે, તે જાયસીના હિન્દી મહાકાવ્ય પદ્માવતનો સ્રોત મનાય છે. કર્તા વિશે વધુ માહિતી મળતી નથી.
ધન્યકુમારચરિત – આ કાવ્ય ૭ સર્ગનું છે. ભાષા સરળ અને સુન્દર છે. ગ્રન્થાગ્ર ૮૫૦ શ્લોકપ્રમાણ છે. તેના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય પહેલાં આપી દીધો છે.'
ધન્યશાલિચરિત – આ કાવ્યનું બીજું નામ “દાનકલ્પદ્રુમ' પણ છે. આ સંસ્કૃત પદ્યબદ્ધ રચના છે. તેના કર્તા તપાગચ્છીય સોમસુન્દરના શિષ્ય જિનકીર્તિ છે. તેમણે આ કાવ્ય સં. ૧૪૯૭માં રચ્યું છે. તેમની બીજી કૃતિઓ છે - નમસ્કારસ્તવ સ્વપજ્ઞવૃત્તિ સાથે (વિ.સં. ૧૪૯૪); શ્રીપાલગોપાલકથા, ચમ્પકશ્રેષ્ઠિકથા, પંચજિનસ્તવ તથા શ્રાદ્ધગુણસંગ્રહ (વિ.સં. ૧૪૯૮).
૧. ધન્યકુમારચરિત – આ કાવ્યમાં પાંચ સર્ગ છે અને કુલ ૧૧૪૦ શ્લોક છે. તેની રચના ખરતરગચ્છીય જિનશેખરના પ્રશિષ્ય અને જિનધર્મસૂરિના શિષ્ય જયાનન્દ સં. ૧૫૧૦માં કરી હતી.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૮૮. ૨. એજન, પૃ. ૧૮૭-૧૮૮; જૈન આત્માનન્દ સભા (ગ્રં. ૪૩), ભાવનગર, ૧૯૭૧ ૩. એજન, પૃ. ૧૮૭; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, પૃ. ૧૧, હિન્દી
અનુવાદ – જૈન ભારતી, બનારસ, ૧૯૧૧. ૪. પૃ. ૫૧ ૫. જિનરત્નકોશ, પૃ. ૧૭૨, ૧૮૭; દેવચંદ લાલભાઈ ગ્રન્થમાલા, સં. ૯, મુંબઈ, ૧૯૧૯ ૬. એજન, પૃ. ૧૮૭; જિનદત્તસૂરિ પુસ્તકોદ્ધાર ફંડ, સૂરત, ૧૯૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org