________________
પૌરાણિક મહાકાવ્ય
૧૧ ૩
ત્રીજી રચના વિશેષ ઉલ્લેખનીય છે. તેથી તેનો પરિચય આપવામાં આવે
મુનિસુવ્રતચરિત
વિનય’ શબ્દાંકિત આ કાવ્યમાં આઠ સર્ગો છે. તેના કર્તા વિનયચન્દ્રસૂરિ છે. આખા કાવ્યમાં ધાર્મિક રૂઢિઓ અને ગતાનુગતિકતાનું પૂર્ણપણે નિરૂપણ થયું છે. મુનિસુવ્રતસ્વામીના પૂર્વભવોના વર્ણનને કારણે તેમ જ અવાન્તર અને પ્રાસંગિક કથાઓને કારણે મૂળ કથાનક શિથિલ બની ગયું છે. પહેલા સર્ગમાં જ ત્રણ અવાન્તર કથાઓ - મેઘવાહન, સંકાશઋવિક અને અત્યંકર ચક્રવર્તીની કથાઓની યોજના કરવામાં આવી છે. અન્ય સર્ગોમાં વિવિધ કથાઓની યોજના કરવામાં આવી છે. કાવ્યમાં અનેક અલૌકિક અને અપ્રાકૃત તત્ત્વોને દાખલ કરવામાં આવ્યાં છે.
આમ તો મુનિસુવ્રતચરિતનું કથાનક લઘુ છે પરંતુ અવાન્તર કથાઓના ઉમેરાને કારણે તેનો મહાકાવ્યોચિત વિસ્તાર થઈ ગયો છે. અવાન્તર કથાઓના બાહુલ્યને કારણે કથાપ્રવાહ મંદ પડી ગયો છે અને અનેક સ્થળે તેમાં બાધા પડી છે. કાવ્યમાં અનેક પાત્રો છે પરંતુ કેવલ મુનિસુવ્રતના ચરિતનો જ વિકાસ થઈ શક્યો છે. બાકીનાં પાત્રો તો તેની છાયામાં જતાં આવતાં જણાય છે. કવિ પ્રકૃતિચિત્રણ પ્રતિ ઉદાસ જણાય છે. કેટલાંક જૂજ સ્થાનોએ જ પ્રકૃતિચિત્રણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિચિત્રણની જેમ સૌન્દર્યચિત્રણ પણ બહુ જ ઓછું કરવામાં આવ્યું છે. પરંતુ જૈન ધર્મના નિયમો અને સિદ્ધાન્તોનું પ્રતિપાદન મુખ્યપણે કર્યું
આ ચરિતની ભાષા સરળ છે. ક્યાંક ક્યાંક સમાસપ્રધાન ભાષાનો પ્રયોગ થયો છે. કવિએ પોતાની ભાષાને વિવિધ સૂક્તિઓ અને કહેવતોથી શણગારી છે. તેનાથી ભાષા સજીવ અને ભાવમયી બની ગઈ છે. તત્કાલીન પ્રચલિત દેશી ભાષાના શબ્દોને પણ કાવ્યમાં સ્થાન મળ્યું છે. ઉદાહરણાર્થ, કન્દુકના સ્થાને ગેન્દુક અને શુંડાના સ્થાને સૂંઢ, અજના સ્થાને બક્કર, વગેરે શબ્દો મળે છે.
૧. લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા, છાણી (વડોદરા), વિ.સં. ૨૦૧૩; જિનરત્નકોશ, પૃ.
૩૧૧ ૨. સર્ગ ૧, ૨૨૩; ૧. ૨૬૪-૨૬૫; ૫.૧; ૬. ૭૫; ૬. ૧૪૩, ૧૪૭; ૭. ૪૪૧-૪૪૩
વગેરે. ૩. સર્ગ ૨. પ૩૪; ૬. ૨૫૦; ૭.૪00; ૮.૨૮૪; ૮. ૩૩૧, ૯. ૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org