________________
પૌરાણિક મહાકાવ્ય
યાત્રાઓમાં વસુદેવ કેવા કેવા લોકોને મળવાનો અવસર પામે છે, તેને કેવા કેવા અનુભવો થાય છે એ બધું વસુદેવદિંડીમાં વર્ણિત છે.
આખી કૃતિ સો લંભકોમાં પૂરી થાય છે અને તે બે ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં ૨૯ લંભકો છે અને તેનું પરિમાણ ૧૧ હજાર શ્લોકપ્રમાણ છે. આ ખંડના કર્તા સંઘદાસણ વાચક છે. બીજા ખંડમાં ૭૧ લંભકો છે, તેનું પરિમાણ ૧૭ હજાર શ્લોકપ્રમાણ છે અને તેના કર્તા ધર્મદાસણ છે. હકીકતમાં તો ધર્મદાસગણિએ પોતાના ૭૧ લંભકોના સંદર્ભને પ્રથમ ખંડના ૧૮મા લંભકની પ્રિયંગુસુંદરીકથા સાથે જોડ્યો છે યા તો કહેવાય કે એક રીતે ત્યાંથી કથાનો વિસ્તાર કર્યો છે અને આ રીતે સંઘદાસની વસુદેવહિંડી (પ્રથમ ભાગ)ના પેટમાં પોતાના અંશને ભરવા પ્રયત્ન કર્યો છે. કહેવાનું એ કે સંઘદાસગણિની ૨૯ લંભકોવાળી કૃતિ સ્વતંત્ર અને સ્વયં પૂર્ણ હતી. પણ પછીથી ધર્મદાસગણિએ પોતાની કૃતિનું સર્જન કરી સંઘદાસગણિની કૃતિના મધ્યમ અંશ (૧૮મા લંભક) સાથે જોડી દીધી.
કથાનું વિભાજન છ પ્રકરણોમાં કરવામાં આવ્યું છે – કહુષ્પત્તિ (કથોત્પત્તિ), પીઢિયા (પીઠિકા), મુહ (મુખ), પદ્મિમુહ (પ્રતિમુખ), સરીર (શરીર), અને ઉવસંહાર (ઉપસંહાર). પ્રથમ કથોત્પત્તિમાં જમ્બુસ્વામિચરિત, કુબેરદત્તરિત, મહેશ્વરદત્તઆખ્યાન, વલ્કલચીરિ-પ્રસન્નચન્દ્ર આખ્યાન, બ્રાહ્મણદારકકથા, અણાઢિયદેવોત્પત્તિ વગેરેનું આલેખન કરી અન્ને વસુદેવચરિત્રની ઉત્પત્તિ દર્શાવી
૧૪૧
છે.
પ્રથમ પ્રકરણ પછી ૫૦ પૃષ્ઠોનું એક મહત્ત્વપૂર્ણ પ્રકરણ ધમ્મિલ્લહિંડી નામનું આવે છે. તેમાં ધમ્મિલ્લ નામના કોઈ સાર્થવાહપુત્રની કથા આપવામાં આવી છે. ધમ્મિલ્લ દેશદેશાન્તરમાં ભ્રમણ કરી ૩૨ કન્યાઓ સાથે લગ્ન કરે છે. આ પ્રકરણનું વાતાવરણ સાર્થવાહોની દુનિયાથી વ્યાપ્ત છે. આ પ્રકરણમાં શીલવતી, ધનશ્રી, વિમલસેના, ગ્રામીણ ગાડાવાળો, વસુદત્તા આખ્યાન, રિપુદમન નરપતિ આખ્યાન તથા કૃતઘ્ન કાગડો વગેરે સુન્દર લૌકિક આખ્યાનો અને કથાઓ મળે છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ધમ્મિલપિંડી પ્રકરણ બહુ જ મહત્ત્વનું છે.
ઉક્ત પ્રકરણ પછી બીજા પ્રકરણની પીઠિકા આવે છે. તેમાં પ્રદ્યુમ્ન અને શમ્બુકુમારની કથા, બલરામ-કૃષ્ણની પટરાણીઓનો પરિચય, પ્રદ્યુમ્નકુમારનો જન્મ અને તેમનું અપહરણ વગેરે પ્રદ્યુમ્નચરિતમાં આપ્યું છે.
ત્રીજા પ્રકરણ મુખમાં કૃષ્ણપુત્ર શામ્બ અને ભાનુની ક્રીડાઓનું વર્ણન છે. તે અનેક સુભાષિતોથી ભર્યું છે.
ચોથા પ્રકરણ પ્રતિમુખમાં અન્ધકવૃષ્ણિનો પરિચય અને તેના પૂર્વભવોનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org