________________
પૌરાણિક મહાકાવ્ય
૧૩. ભુવનકીર્તિશિષ્ય સકલચન્દ્ર (વિ.સં. ૧૫૨૦) જમ્બુચરિય (પ્રાકૃત) ૧૪. ઉપા. પદ્મસુંદર નાગૌરી (વિ.સં. ૧૬૨૬-૨૯) જમ્બુચરિય (પ્રાકૃત) ૧૫. પં. રાજમલ્લ (વિ.સં. ૧૬૨૨) જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત)
૧૬. વિદ્યાભૂષણ ભટ્ટારક (વિ.સં. ૧૬૫૩) જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત) ૧૭. જિનવિજય (વિ.સં. ૧૭૮૫-૧૮૦૯) જમ્બુસ્વામિચરિત્ર (પ્રાકૃત) ૧૮. અજ્ઞાતકર્તૃક - જમ્બુસ્વામિચરિત્ર (સંસ્કૃત ગઘ)
૧૯. પદ્મસુન્દર - જમ્બુસ્વામિચરિય ૭૫૦ ગાથા (પ્રાકૃત) ૨૦. સકલહર્ષ - જમ્બુસ્વામિચરિત્ર (૧૧ પત્ર, સંસ્કૃત) ૨૧. માનસિંહ જમ્બુસ્વામિચરિત્ર ગન્ધાગ્ર ૧૩૦૦ (સંસ્કૃત)
૨૨. અજ્ઞાત જમ્બુસ્વામિચરિત્ર (૧૪ પત્ર, સંસ્કૃત)
૨૩. અજ્ઞાત
જમ્બુસ્વામિચરિત્ર ગ્રન્થાગ્ર ૮૧૭ (સંસ્કૃત ગદ્ય) ૨૪. અજ્ઞાત - જમ્બુસ્વામિચરિત્ર ગ્રન્થાગ્ર ૧૬૪૪ (સંસ્કૃત) જમ્બુસામિચરિય (પ્રાકૃત)
૨૫. અજ્ઞાત
-
૧૫૫
જમ્બુસ્વામીનું સંક્ષિપ્ત કથાનક – ભગવાન મહાવીરના સમયમાં જમ્બુ રાજગૃહના એક શેઠના પુત્ર રૂપે જન્મ્યા. તે અતિશય રૂપાળા હતા, અને અનેક કળાઓમાં પ્રવીણ હતા. એક વાર સુધર્માસ્વામીનો ઉપદેશ સાંભળ્યા પછી તેમણે બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરી લીધું અને વૈરાગ્યવૃત્તિ ભણી આગળ વધ્યા. તેમને રોકવા માટે માતાપિતાએ તેમના લગ્ન આઠ સુન્દર કન્યાઓ સાથે કરી નાખ્યા પરંતુ તે કન્યાઓ પણ તેમના મનને સાંસારિક સુખોમાં વાળી ન શકી. દીક્ષાની આગલી રાતે તેમના ઘરમાં મોટો ડાકૂ ચોરી કરવા ઘુસ્યો પરંતુ જમ્મૂ તો આખી રાત પોતાની પત્નીઓને સંસારના દુ:ખોનું જ્ઞાન કરાવવા દૃષ્ટાન્તરૂપે અનેક કથાઓ એક પછી એક કહેતા રહ્યા અને પત્નીઓની દલીલોને તોડતા રહ્યા. પેલો ડાકૂ પણ જમ્મૂના ઉપદેશો સાંભળી સંસારથી વિરક્ત થઈ ગયો. પરિણામે, જમ્બુ, તેમની પત્નીઓ અને પેલો ડાકૂ પોતાના સાથીઓ સાથે દીક્ષિત થઈ ગયા. જમ્બુસ્વામી તપસ્યા કરી સુધર્માસ્વામી પછી શ્રમણસંઘના નેતા - ગણધર બન્યા. તે છલ્લા કંવલી હતા અને વીરનિર્વાણ સંવત ૬૪માં તે નિર્વાણપદને પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org