________________
જૈન કાવ્યસાહિત્ય
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના રચયિતા (અનુવાદક) ભટ્ટારક શુભચન્દ્ર છે. તેમનો પરિચય પાંડવપુરાણના પ્રસંગમાં આપી દીધો છે. કૃતિના અંતે આપેલી પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કાવ્ય જવાછપુરના આદિનાથચેત્યાલયમાં સં. ૧૬૧૧માં રચાયું છે. આ કાવ્ય પૂરું કરવામાં કર્તાના શિષ્ય સકલભૂષણ સહાયક હતા.'
૨. કરકંડુચરિત – આ કાવ્ય ૪ સર્ગનું છે. તેમાં કુલ ૯૦૦ શ્લોક છે. તેના કર્તા ભટ્ટારક જિનેન્દ્રભૂષણ છે. તે વિશ્વભૂષણના પ્રશિષ્ય તથા બ્રહ્મ. હર્ષસાગરના શિષ્ય હતા. આમાં અવાન્તરકથાઓ બહુ જ સંક્ષેપમાં આપવામાં આવી છે. આ જ કર્તાની કૃતિ “જિનેન્દ્રપુરાણનો એક ભાગ પણ આ કૃતિને માનવામાં આવે
કુમ્માપુત્તરિય – ઋષિભાષિતસૂત્રના સાતમા અધ્યયનમાં કુમ્માપુરૂ પ્રત્યેકબુદ્ધ વિશે વાત છે. તેમના ચરિત્ર ઉપર પણ બે કાવ્ય મળે છે. પહેલું કાવ્ય પ્રાકૃત છે, તેમાં ૨૦૭ ગાથાઓ છે. કથાનક સંક્ષેપમાં નીચે મુજબ છે. એક વખત ભગવાન મહાવીરે પોતાના સમવસરણમાં દાન, તપ, શીલ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મનો ઉપદેશ આપી, કુમ્માપુરૂ (કૂર્માપુત્ર)નું ઉદાહરણ આપી કહ્યું કે ભાવશુદ્ધિને કારણે તે ગૃહવાસમાં પણ કેવળજ્ઞાન પામ્યા હતા. કુષ્માપુત્ત રાજગૃહના રાજા મહિન્દસીહ અને રાણી કુમ્ભાનો પુત્ર હતો. તેનું અસલ નામ ધર્મદેવ હતું પરંતુ તેને કુમ્માપુરૂ નામથી પણ સૌ બોલાવતા. તેણે બચપણમાં જ વાસનાઓને જીતી લીધી હતી અને પછી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જો કે તેને ઘરમાં રહેતાં રહેતાં જ સર્વજ્ઞત્વ પ્રાપ્ત કરી લીધું હતું છતાં માતાપિતાને દુઃખ ન થાય એ ખાતર દીક્ષા ન ગ્રહણ કરી. તેને ગૃહસ્થાવસ્થામાં કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું કારણ એ હતું કે તેણે પૂર્વભવોમાં પોતાના સમાધિમરણની ક્ષણોમાં ભાવશુદ્ધિ જાળવવાનો અભ્યાસ કર્યો હતો.
આ કૃતિમાં પર, ૧૧૨, ૧૬૦ સંસ્કૃત પદ્ય, ૧૨૦-૧૨૧ અપભ્રંશમાં તથા બે ગદ્ય ભાગ અર્ધમાગધીમાં આવે છે. ૧. પદ્ય સં. ૫૪-૫૬; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, પૃ. ૯૮ ૨. જિનરત્નકોશ, પૃ. ૬૭ ૩. જિનરત્નકોશ, પૃ. ૯૫; જૈન વિવિધ શાસ્ત્ર સાહિત્યમાલા, સં. ૧૩૧, વારાણસી, ૧૯૧૯;
ડૉ. ૫. લ. વૈદ્ય, પૂના અને કે. વી. અભ્યકર, અમદાવાદનું સંસ્કરણ (૧૯૩૧) પ્રસ્તાવના, ટિપ્પણ આદિ સહિત, એ. ટી. ઉપાધ્ય, બેલગાંવ, ૧૯૩૬ - ભૂમિકા,
અનુવાદ, ટિપ્પણ સહિત. ૪. આ કૃતિમાં કુમ્માપુત્તના પૂર્વભવોની પણ કથા આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org