________________
૧૬૮
જૈન કાવ્યસાહિત્ય
કર્તા અને રચનાકાળ – કૃતિના કર્તા અમરસુંદરસૂરિ છે. તેમનું નામ સોમસુંદરગણિના (વિ.સં. ૧૪૫૭) શિષ્યોમાં આવે છે. અમરસુંદરને સંસ્કૃતજલ્પપટુ' કહેવામાં આવ્યા છે. રચનાકાળ જ્ઞાત નથી.
ધન્યશાલિચરિત – પોતાના વિવેકથી પાત્રદાનરૂપી ધાર્મિક પ્રવૃત્તિ દ્વારા જીવનને ઉચ્ચ સાધનાપથ ઉપર લઈ જવા માટે, શ્રેણિક અને મહાવીરના સમકાલીન રાજગૃહના બે શ્રેષ્ઠિપુત્ર ધન્યકુમાર અને શાલિભદ્રનાં ચરિત્રો જૈન કવિઓને બહુ પ્રિય થઈ પડ્યાં છે. ધન્યકુમારની કથા અનુત્તરોવવાઈયદસાઓમાં આવે છે. સમાધિમરણ નામના પ્રકીર્ણ કમાં ધન્ય અને શાલિભદ્રનાં કથાનકો (પ્રાયોપગમનસમાધિનાં ઉદાહરણના રૂપે) આવે છે. આ બંને પણ પ્રત્યેકબુદ્ધોની શ્રેણીમાં આવે છે. આ બંનેને એક સાથે રાખીને ધન્યકથા, ધન્યચરિત્ર, ધન્યકુમારચરિત્ર, ધન્યનિદર્શન, ધન્યરત્નકથા, ધન્યવિલાસ, ધન્યશાલિભદ્રચરિત્ર, ધન્યશાલિચરિત્ર અને શાલિભદ્રચરિત્ર નામથી અનેક કૃતિઓ રચાઈ છે, તેમનું વિવરણ નીચે પ્રમાણે છે. ૧. ધન્યકુમાર યા શાલિભદ્રયતિ ગુણભદ્ર (૧૨મી સદી) ૨. ધન્યશાલિચરિત્ર
પૂર્ણભદ્ર (સં. ૧૨૮૫) ૩. શાલિભદ્રચરિત્ર
ધર્મકુમાર (સં. ૧૩૩૪). ૪. ધન્યશાલિભદ્રચરિત્ર
ભદ્રગુપ્ત (સં. ૧૪૨૮) ૫.
દયાવર્ધન (સં. ૧૪૬૩) ૬. ધન્યકુમારચરિત્ર
સકલકીર્તિ
(સં. ૧૪૬૪) ૭. ધન્યશાલિચરિત્ર (દાનકલ્પદ્રુમ) જિનકીર્તિ (સં. ૧૨૯૭)
જયાનન્દ (સં. ૧૫૧૦) ૯. ધન્યકુમારચરિત્ર
યશ-કીર્તિ ૧૦. ધન્યકુમારચરિત્ર
મલ્લેિષણ (૧૬મીનો પ્રારંભ) ૧૧. ધન્યકુમારચરિત્ર
. . નેમિદત્ત (સં. ૧૫૧૮-૨૮)
૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઈતિહાસ, ભાગ ૧, પૃ. ૨૪૩ ૨. ગાથા ૧૨૨; ભારતીય સંસ્કૃતિ મેં જૈનધર્મ કા યોગદાન, પૃ. ૧૭૨, વિન્ટરનિત્ય, હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૫૧૮; બંને સગાસંબંધી હતા અને દીક્ષામાં
એકબીજાથી પ્રભાવિત હતા. ૩. જિનરત્નકોશ, પૃ. ૧૮૭ અને ૩૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org