________________
૧૬૦
જૈન કાવ્યસાહિત્ય
પ્રથમ ગણધર ઉપર પુંડરીક ચરિત, ભગવાન મહાવીરના પ્રથમ ગણધર ઉપર ગૌતમચરિત્ર અને ગૌતમીયકાવ્ય વગેરે તથા મહાવીરના સમકાલીન રાજા શ્રેણિક અને તેના પુત્ર અભયકુમાર વગેરે ઉપર પણ ચરિત્રકાવ્યો રચાયાં છે. મહાવીર પછી થયેલા યુગપ્રભાવક આચાર્યો ભદ્રબાહુ, સ્થૂલભદ્ર, પાદલિપ્ત, કાલિક, હરિભદ્ર, હેમચન્દ્ર વગેરે ઉપર પણ ચરિત્રકૃતિઓ લખાઈ છે. એ જ રીતે સતી સ્ત્રીઓમાં અંજના, દ્રૌપદી, દમયન્તી, રાજીમતી, ચન્દનબાળા, મૃગાવતી, જયન્તી વગેરે ઉપર અનેક ચરિતકાવ્યો રચાયાં છે.
અહીં અમે સુવિધાની દૃષ્ટિએ પહેલાં પ્રત્યેકબુદ્ધો ઉપર રચાયેલી કેટલીક કૃતિઓનો પરિચય આપીશું અને પછી યથાસંભવ અન્ય રચનાઓનો પરિચય આપીશું. પ્રત્યેકબુદ્ધચરિત
જૈન આચાર્યોએ, વિશેષતઃ શ્વેતાંબર આચાર્યોએ, બૌદ્ધોની જેમ પ્રત્યેકબુદ્ધોની કલ્પના કરી છે. પ્રત્યેકબુદ્ધો તેમને કહેવામાં આવે છે જેઓ ગૃહસ્થાશ્રમમાં રહેતાં જ કોઈક નિમિત્ત પામી બોધિ પ્રાપ્ત કરી લે છે અને અપને આપ દીક્ષિત થઈ ઉપદેશ દીધા વિના જ શરીરનો અત્ત કરી મોક્ષે જાય છે. પ્રત્યેકબુદ્ધ પ્રાય: એકલવિહારી હોય છે. તે ગચ્છવાસમાં રહેતા નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં ચાર પ્રત્યેકબુદ્ધોનો ઉલ્લેખ છે : કરકંડુ, નગ્નઈ, નમિ અને દ્વિમુખ. શ્વેતાંબર સંપ્રદાયમાં તેમની કથાઓ ઉપર ઘણું સાહિત્યનિર્માણ થયું છે. બૌદ્ધોના પાલિસાહિત્યમાં પણ આ ચારેને પ્રત્યેકબુદ્ધ ગણી તેમની કથાઓ આપી છે. બૌદ્ધ તેમને મહાત્મા બુદ્ધના પહેલાં થયેલા માને છે અને જૈન તીર્થંકર પાર્શ્વના તીર્થકાળમાં. પરંતુ તેમનાં જીવનચરિત્રો ઉપર વિચાર કરતાં જણાય છે કે તે ચારે પ્રત્યેકબુદ્ધ ભગવાન મહાવીરની દીક્ષા પહેલાં પ્રવ્રુજિત થયા હતા અને મહાવીરના શાસનકાળમાં પણ જીવિત હતા. પ્રત્યેકબુદ્ધોની સંખ્યામાં વિવાદ છે. ઋષિભાસિતમાં ૪૫ પ્રત્યેકબુદ્ધના ઉપદેશો સંગૃહીત છે, તેમાંથી ૨૦ નેમિનાથના, ૧૫ પાર્શ્વનાથના અને ૧૦ મહાવીરના તીર્થકાળમાં થયા હતા એમ જણાવ્યું છે. નન્દિસૂત્રમાં ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિની બુદ્ધિથી યુક્ત જે મુનિઓ હોય છે તે બધા પ્રત્યેકબુદ્ધ કહેવાય છે. આમ માનીને પ્રત્યેકબુદ્ધોની સંખ્યાની અવધિ નિશ્ચિત
૧. ૧૮. ૪૫ ૨. કુમ્ભકાર જાતક (સં. ૪૦૮) 3. ઋષિભાષિતસૂત્ર, અનુવાદક - મનોહર મુનિ, મુંબઈ, ૧૯૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org