________________
પૌરાણિક મહાકાવ્ય
૧૬૩
ચંડપ્રદ્યોતને હરાવી તેને બંદી બનાવે છે પરંતુ પોતાની પુત્રી તે રાજાના પ્રેમમાં પડે છે એટલે તેના લગ્ન તે રાજા સાથે કરાવી રાજાને તેનું રાજ્ય પાછું આપી દે છે. એક વાર કાષ્ઠના સ્તંભને લોકોએ ઈન્દ્રધ્વજ બનાવી બહુમૂલ્ય વસ્ત્રાભૂષણોથી તેની પૂજા કરી, પછી ઉત્સવ પૂરો થયો એટલે લોકોએ તેને નીચે પાડી દીધો અને ઘસડીને લઈ જવા લાગ્યા એટલે તે રસ્તામાં પડેલાં મળમૂત્રથી લેપાઈ ગયો. આ જોઈ દ્વિમુખને વૈરાગ્ય જભ્યો અને તેણે સંસાર છોડી દીક્ષા લઈ લીધી.
૩. સુદર્શનપુરના રાજા મણિરથ હતા. તે પોતાના નાના ભાઈ યુગબાહુની પત્ની મદનરેખા ઉપર આસક્ત થઈ જાય છે. મણિરથ મદનરેખાને મેળવવા પોતાના ભાઈ યુગબાહુને મારી નાખે છે. મદનરેખા ભાગી જાય છે. તે ગર્ભવતી હતી. તે રંભાગૃહમાં બાળકને જન્મ આપે છે. સરોવરમાં કપડાં ધોવા ગઈ હોય છે ત્યારે તેનું અપહરણ થઈ જાય છે. આ બાજુ રંભાગૃહમાંથી બાળકને મિથિલાનરેશ પદ્મરથ લઈ જાય છે અને તેને ઉછેરી મોટો કરે છે. બાળકનું નામ નમિ રાખવામાં આવ્યું. તે યુવાન થયો એટલે પારથે તેને રાજ્ય સોંપી દીધું અને પોતે દીક્ષા ગ્રહણ કરી.
એક દિવસ નમિના શરીરમાં ભયંકર દાહની પીડા થઈ. રાણીઓ તેના માટે ચંદન ઘસવા લાગી પણ તેમની બંગડીઓના અવાજથી તેને બહુ પીડા થવા લાગી. તેથી રાણીઓએ એક સિવાય બાકીની બધી બંગડીઓ હાથમાંથી કાઢી નાખી, પરિણામે અવાજ બંધ થઈ ગયો અને શાન્તિ થઈ ગઈ. તેથી નમિએ વિચાર્યું કે સંગ - સૌથી દુઃખદાયક છે, આ બંગડીઓ બીજી બંગડીઓના સંગમાં અવાજ કરતી હતી અશાંતિ પેદા કરતી હતી, પરંતુ એકલી રહેવાથી તે શાન્ત થઈ ગઈ. એટલે સાત્તિ માટે એકાકી જીવન જ સર્વશ્રેષ્ઠ છે. આમ તેનામાં વૈરાગ્ય જભ્યો અને તેણે દીક્ષા લઈ લીધી.
૪. ગાંધાર દેશનો રાજા સિંહરથ હતો. તે વનવિહાર માટે વનમાં ગયો. ત્યાં તેણે એક સુંદર કન્યા જોઈ. તેણે તેની સાથે લગ્ન કરી લીધા. પછી તેણે તે સુંદરીને પોતાની જીવનકથા સંભળાવવા કહ્યું. તે સુંદરી પોતાના પૂર્વભવની કથા શરૂ કરે છે અને કહે છે: હું પૂર્વભવમાં કનકમંજરી નામની એક ચિત્રકારની પુત્રી હતી અને આપ આપના પૂર્વભવમાં તે વખતે રાજા જિતશત્રુ હતા. કનકમંજરીના જિતશત્રુ સાથે લગ્ન થયા. કનકમંજરી મૃત્યુ પછી સ્વર્ગમાંથી આવી રાજા દઢરથની પુત્રી કનકમાલા થઈ અને આપ જિતશત્રુ મરીને સિહરથ થયા. એક દેવતાના આદેશથી હું કનકમાલા અહીં બેસીને તમારી જ પ્રતીક્ષા કરી રહી હતી જેથી હું તમને પતિના રૂપમાં પામી શકું. રાજા સિંહરથ પત્ની કનકમાલાની રજા લઈ ઘરે ગયો અને પ્રાય: દરેક બીજે ત્રીજે દિવસે પ્રિયા કનકમાલાને યાદ કરી નગ ઉપર જાય છે, એટલે પ્રજાએ તેનું નામ નગ્ગતિ પાડી દીધું. એક વાર તે સૈન્ય સાથે ઉપવનમાં જાય છે. ત્યાં તે આંબાની એક મંજરી તોડે છે. દરેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org