________________
પૌરાણિક મહાકાવ્ય
૧૬૧
કરવામાં આવી નથી. જે હો તે, પરંતુ શ્વેતાંબર જૈનાચાર્યોએ ઉત્તરાધ્યયનમાં ઉલ્લિખિત ચાર પ્રત્યેકબુદ્ધો ઉપર ઘણું સાહિત્ય રચ્યું છે. તે ચાર ઉપરાંત, અંબા, કુમ્માપુત્ત તથા શાલિભદ્ર વગેરે પ્રત્યેકબુદ્ધો ઉપર પણ કેટલીય રચનાઓ મળે છે. ઉત્તરકાળે તેમનામાંથી અનેક કથાનકોમાં પરિવર્તન થવાથી તેમનો પ્રત્યેકબુદ્ધના રૂપે ઉલ્લેખ થયો નથી. દિગંબર માન્યતામાં પ્રત્યેકબુદ્ધોનો સ્વીકાર છે. પરંતુ તેમનો ઉલ્લેખ કેવળ પૂજાઓમાં જ થયો છે. ઉત્તરાધ્યયનના ઉક્ત ચાર પ્રત્યેકબુદ્ધોમાંથી કેવળ કરકંડ ઉપર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં દિગંબર સંપ્રદાયોના વિદ્વાનોએ કાવ્યકૃતિઓનું સર્જન કર્યું છે પરંતુ તેમણે ક્યાંય કરકંડુને પ્રત્યેકબુદ્ધ કહ્યા નથી.
ઉત્તરાધ્યયનમાં આવેલા પ્રત્યેકબુદ્ધો ઉપર સમષ્ટિરૂપે કેટલીક રચનાઓ થઈ છે. તેમાં શ્રીતિલક (પ્રાકૃત), જિનરત્ન અને લક્ષ્મીતિલક (સંસ્કૃત), જિનવર્ધનસૂરિ (સંસ્કૃત), સમયસુંદરગણિ (સંસ્કૃત), ભાવવિજયગણિ (સંસ્કૃત) તથા ત્રણ અજ્ઞાતકર્તક (ર અપભ્રંશ અને ૧ પ્રાકૃત) કાવ્યો ઉપલબ્ધ છે. અહીં કેટલાંક કાવ્યોનો પરિચય નીચે આપ્યો છે.
૧. પ્રત્યેકબુદ્ધચરિત – આ પ્રાકૃત ભાષામાં રચાયેલું કાવ્ય છે. તેનો ગ્રન્થાગ્ર ૬૦૫૦ શ્લોકપ્રમાણ છે. બૃહટ્ટિપ્પનિકા અનુસાર તેની રચના સં. ૧૨૬૧માં શ્રીતિલકસૂરિએ કરી હતી. શ્રીતિલકસૂરિ ચન્દ્રગચ્છના શિવપ્રભસૂરિના શિષ્ય હતા. કૃતિ આજ સુધી અપ્રકાશિત છે."
૨. પ્રત્યેકબુદ્ધચરિત – આ કાવ્ય સંસ્કૃતમાં રચાયું છે. તેનું પૂરું નામ પ્રત્યેકબુદ્ધમહારાજર્ષિચતુષ્કચરિત્ર છે. તેના પ્રત્યેક પર્વમાં ચાર સર્ગ છે, અને અંતે એક ચૂલિકા સર્ગ છે. આમ કાવ્યમાં કુલ ૧૭ સર્ગો છે. તેનું પરિમાણ ૧૦૧૩૦ શ્લોકપ્રમાણ છે. કાવ્ય જિનલક્ષ્મી શબ્દાંકિત છે, તે તેના બે કિર્તાઓને જણાવે છે.
કાવ્યમાં આલિખિત ચારે ચરિત્ર એકબીજાથી સંપૂર્ણપણે પૃથફ છે. તેથી કાવ્યમાં ધારાવાહિકતાનો અભાવ છે. છતાં, તેને એક સારા પૌરાણિક મહાકાવ્યનું રૂપ આપી શકાયું છે. કવિએ તેમાં પ્રકૃતિચિત્રણ અને સૌન્દર્યવર્ણનમાં પર્યાપ્ત રુચિશક્તિ દર્શાવી છે. પુરુષપાત્રોમાં સિંહરથ અને સ્ત્રીપાત્રોમાં મદનરેખાનું રૂપવર્ણન કલ્પનાદષ્ટિએ સરસ છે. જૈનધર્મના સાધારણ સિદ્ધાન્તો અને નિયમોનું કાવ્યમાં સારું પ્રતિપાદન છે. ૧. જૈન સાહિત્ય સંશોધક, ભાગ ૧, અંક ૨, પૂના ૧૯૨૫; જિનરત્નકોશ, પૃ. ૨૬૩ ૨. જેસલમેર બૃહભંડાર, પ્રતિ સં. ૨૭૨, ૨૭૩; જિનરત્નકોશ, પૃ. ૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org