________________
પૌરાણિક મહાકાવ્ય
૧૫૯
જબૂસ્વામીના ચરિત્રનું સંક્ષિપ્ત વર્ણન છે. જબૂસ્વામીએ પોતાની પત્નીઓને કહેલી પ્રાયઃ બધી જ દષ્ટાન્તકથાઓ આ કાવ્યમાં આપવામાં આવી છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિ પ્રાકૃત ચરિતોમાં પોતાની વિશેષતા ધરાવે છે કારણ કે તેની રચના બરાબર તેવી અર્ધમાગધી પ્રાકૃતમાં તેવી જ ગદ્યશૈલીમાં કરવામાં આવી છે જેવી કે આગમોની. વર્ણનોને સંક્ષેપમાં દર્શાવવા માટે અહીં પણ “ભાવ” “વફા” વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી આ રચના આગમોના સંકલનકાળ (પમી સદી) આસપાસની જણાય છે પરંતુ કૃતિના અંતે એક પ્રાકૃત પદ્યમાં સૂચવવામાં આવ્યું છે કે આ કૃતિને વિજય દયાસૂરીશ્વરજીના આદેશથી જિનવિજયે લખી છે, અને આ કૃતિની પ્રતિ સં. ૧૮૧૪ના ફાગણ સુદ ૯ શનિવારના દિવસે નવાનગરમાં લખાઈ છે. પરંતુ વાસ્તવિક રચનાકાળ વિ.સં. ૧૭૭૫ અને ૧૮૦૯ની વચ્ચે આવે છે કારણ કે તપાગચ્છપટ્ટાવલીમાં ૬૪મા પટ્ટધર વિજય દયાસૂરિનો આ જ સમય આપવામાં આવ્યો છે. જિનવિજય નામના અનેક મુનિ થયા છે. તેમાં એક ક્ષમાવિજયના શિષ્ય હતા અને બીજા હતા માણવિજયના શિષ્ય. આ બીજા માણવિજયશિષ્ય વિજય દયાસૂરિના સમકાલીન જણાય છે. અને તે જ વધારે સંભવિત જણાય છે કારણ કે તેમની શ્રીપાલચરિત્રરાસ, ધન્નાશાલિભદ્રરાસ આદિ રચનાઓ મળે છે. આ કૃતિના કર્તાએ ૧૮મી શતાબ્દીમાં પણ આગમશૈલીમાં આ કૃતિ રચીને એક અસાધારણ કાર્ય કર્યું છે.
અત્યાર સુધી અમે પ્રાકૃત-સંસ્કૃતમાં રચાયેલાં તે પૌરાણિક કાવ્યોનો પરિચય આપ્યો જે તેસઠ શલાકા મહાપુરુષો તથા ચોવીસ કામદેવોના ચરિતોની વિષયવસ્તુવાળાં હતાં. ઉક્ત પુરાણપુરુષો ઉપરાંત જૈનધર્મ અને સિદ્ધાન્તોને મહત્તા પ્રદાન કરનાર તેમજ ઉક્ત મહાપુરુષોમાંથી અનેકોના સમકાલીન તથા મહાવીર પછી થયેલા અનેક અદ્ભુત સંતો, મહર્ષિઓ, સાધ્વીઓ, સતીઓ, રાજર્ષિઓ, વ્યાપારવીર શ્રાવકોનાં જીવન ઉપર પણ પુરાણશૈલીમાં કાવ્યો રચાયાં છે. ભગવાન ઋષભના સમકાલીન ભરત ચક્રવર્તીના સેનાપતિ જયકુમાર અપર નામ મેઘેશ્વર અને તેમની સતી રાણી સુલોચનાનાં ચરિત્રો મળે છે. તેવી જ રીતે ઋષભદેવના
१. विजयदयासूरीसर आएसं लहिअ बोहणट्ठाए जिणविजयेण य लिहिअं जम्बूचरित्तं परमरम्मं ।।
इति श्री जम्बूस्वामिचरित्रं सम्पूर्णम् । सं. १८१४ वर्षे फाल्गुण सुदि ९ शनौ श्रीनवानगरे
श्रीआदिजिनप्रासादात् शुभं भवतु लेखकपाठकयोः । ૨. પ્રવેશદ્વાર, પૃ. ૪ ૩. ભારતીય સંસ્કૃતિ જૈનધર્મ યોનિ , પૃ. ૧૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org