________________
પૌરાણિક મહાકાવ્ય
૧૫૭
રચના હોવી જોઈએ. તેની એક તાડપત્રીય હસ્તપ્રત જેસલમેર જૈન ભંડારમાંથી મળે છે, તે ૧૪મી સદી પહેલાંની છે.
જબૂસ્વામિચરિત – સંપૂર્ણ કાવ્ય ૧૧ સર્ગોમાં વિભક્ત છે. આ કાવ્ય સરળ સંસ્કૃતમાં રચાયું છે. કાવ્યમાં સુભાષિતોનો પ્રયોગ ખૂબ થયો છે. કાવ્યની સં. ૧૫૩૬ની હસ્તપ્રત મળે છે.
કર્તા અને રચનાકાલ – આના કર્તા ભટ્ટારક સકલકીર્તિના અનુજ અને શિષ્ય બ્રહ્મચારી જિનદાસ છે. તેમણે આ કાવ્ય સં. ૧૫૦૮-૧૫૨૦માં રચ્યું હતું. તેમનો વિશેષ પરિચય તેમની અન્ય કૃતિ હરિવંશપુરાણના પ્રસંગમાં કરાવી દીધો છે.
જબૂસ્વામિચરિત – સંસ્કૃતમાં રચાયેલું આ કાવ્ય ૬ સર્ગો ધરાવે છે. તેમાં કુલ ૭૨૬ શ્લોક છે. તેમાં પૂર્વોક્ત ગુણપાલ વગેરે દ્વારા વિરચિત કથાઓમાં કેટલુંક પરિવર્તન કરવામાં આવ્યું છે. તેના કર્તા જયશેખરસૂરિ છે. તે અંચલગચ્છના હતા. આ કાવ્યનો રચનાકાળ વિ.સં. ૧૪૩૬ છે.
જંબૂચરિય – આ કાવ્યમાં ૨૧ ઉદેશ છે. તેને આલપકસ્વરૂપજબૂદષ્ટાન્ત કે જબૂઅધ્યયન પણ કહે છે. આ રચના પ્રાકૃતમાં છે. પ્રારંભ “તેમાં ઋત્તેિ'થી થાય છે. તેને “પ્રકીર્ણક” પણ કહે છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા નાગૌરીગચ્છના પાસુન્દર ઉપાધ્યાય છે. તે તપાગચ્છના મોટા વિદ્વાન હતા. અકબરના હિન્દુ સભાસદોમાં એક તે હતા, તેના પાંચ વિભાગોમાંથી તે પ્રથમ વિભાગમાં હતા. તેમનો તથા તેમની રચનાઓનો પરિચય “રાયમલ્લાબ્યુદય'ના પ્રસંગમાં કરાવવામાં આવશે.
૧. જિનરત્નકોશ, પૃ. ૧૩૨; રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૨૬;
આ કાવ્ય ઉપર કવિ વીરકૃત અપભ્રંશ કૃતિ “જખુસામિચરિલ’નો પૂર્ણ પ્રભાવ જણાય
છે.
૨. જૈન આત્માનન્દ સભા, ભાવનગર, સં. ૧૯૬ ૮-૭૦; ગુજરાતી અનુવાદ ત્યાંથી જ,
૧૯૭૦; જિનરત્નકોશ, પૃ. ૧૩૨ ૩. જિનરત્નકોશ, પૃ. ૧૨૯ ૪. નાથુરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઇતિહાસ (દ્ધિ. સં.), પૃ. ૩૯૫-૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org