________________
૧ પ૬
જૈન કાવ્યસાહિત્ય
જબૂચરિય – મહારાષ્ટ્રી પ્રાકૃતમાં રચાયેલું આ કાવ્ય ૧૬ ઉદ્દેશોમાં વિભક્ત છે. પ્રથમ બે ઉદેશોમાં “સમરાઈઐકહાની જેમ કથાઓના ચાર ભેદ – અર્થકથા, કામકથા, ધર્મકથા અને સંકીર્ણકથા – બતાવી ધર્મકથાને જ કાવ્યનો પ્રતિપાદ્ય વિષય કહ્યો છે અને ત્રીજા ઉદેશથી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોથા અને પાંચમા ઉદેશોમાં જબૂસ્વામીના પૂર્વભવોનું આલેખન કરવામાં આવ્યું છે. છઠ્ઠા ઉદેશમાં જબૂનાં જન્મ, શિક્ષા, યૌવન વગેરેનું વર્ણન છે. સાતમા ઉદેશમાં જબૂની વૈરાગ્ય તરફ ગતિનું તેમ જ માતાપિતાએ તેને સંસારમાં બાંધી રાખવા
માટે તેના આઠ કન્યાઓ સાથે કરાવેલા લગ્નનું વર્ણન છે. આગળના ઉદેશોમાં • તેમણે તેમની પત્નીઓને સંભળાવેલાં આખ્યાનો, દૃષ્ટાન્તો અને કથાઓ, ચોરે પણ તે ઉપદેશોનું સાંભળવું, તે સૌએ સાથે દીક્ષા લેવી, જબૂને કેવળજ્ઞાનપ્રાપ્તિ અને તેમનું મોક્ષગમન આ બધી બાબતોનું આલેખન છે.'
આ કાવ્યમાં કર્તાએ કથાક્રમને એવો તો વ્યવસ્થિત બનાવ્યો છે કે વાચકની જિજ્ઞાસા તથા કુતૂહલ આદિથી અંત સુધી જળવાઈ રહે છે. તેમાં વર્ણનોનું વૈવિધ્ય છે. આ કાવ્ય પ્રાકૃત ગદ્ય અને પદ્યના સુંદર નમૂના રજૂ કરે છે. કાવ્ય ધાર્મિક કથાનું આદર્શ રૂપ રજૂ કરે છે. નાયકને પોતાની વીરતા પ્રગટ કરવાની કોઈ તક જ આવતી નથી. આ કૃતિ પરવર્તી કવિઓનો આદર્શ રહી છે.
કર્તા અને રચનાકાળ – આના કર્તા નાઈલગચ્છના ગુણપાલ મુનિ છે. તે વીરભદ્રસૂરિના પ્રશિષ્ય અને પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય હતા. સંભવતઃ કુવલયમાલાના કર્તા ઉદ્યોતનસૂરિના સિદ્ધાન્તગુરુ વીરભદ્રાચાર્ય અને ગુણપાલ મુનિના દાદાગુરુ વીરભદ્રસૂરિ બંને એક જ છે. કૃતિની શૈલી ઉપર હરિભદ્રની સમરાઈશ્ચકહા અને ઉદ્યોતનસૂરિની કુવલયમાલાનો પ્રભાવ દેખાય છે. ઉક્ત કથાઓની જેમ જ આ કૃતિ પણ ગદ્યપદ્યમિશ્રિત છે. - કર્તાના તેમ જ કૃતિના કાળના સંબંધમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી મળતો પરંતુ રચનાશૈલી વગેરે ઉપરથી અનુમાન થાય છે કે તે ૧૦-૧૧મી સદી આસપાસની
૧. સિંઘી જૈનશાસ્ત્ર વિદ્યાપીઠ, ભારતીય વિદ્યાભવન, મુંબઈ, ૧૯૫૯; જિનરત્નકોશ, પૃ.
૧૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org