________________
૧૫૮
જૈન કાવ્યસાહિત્ય
જબૂસ્વામિચરિત – આ કાવ્યમાં ૧૩ સર્ગો છે અને ૨૪૦૦ પદ્ય છે. કથાવસ્તુ બે ભાગોમાં વિભક્ત છે. પહેલા ભાગમાં પૂર્વભવોનું આલેખન છે અને બીજા ભાગમાં વર્તમાન ભવનું આલેખન છે. પહેલા ચાર સર્ગોનાં બધાં આખ્યાનો પૂર્વભવોથી સંબદ્ધ છે અને પાંચમા સર્ગથી જબૂના આ ભવની કથા શરૂ થાય છે. તે શેઠનો પુત્ર હોવા છતાં પરાક્રમી અને વીર હતો. તેણે એક મદોન્મત્ત હાથીને વશ કર્યો હતો. તેથી પ્રભાવિત થઈ ચાર શ્રીમંત શેઠોએ પોતાની કન્યાઓના લગ્ન તેની સાથે કર્યાં હતાં. બાકીની કથા પૂર્વોક્ત પ્રકારે છે.
આ કાવ્યને અનુષ્ટ્ર, છંદમાં જ રચીને કવિએ કાવ્યચમત્કૃતિ ઉત્પન્ન કરવામાં કોઈ કમી રાખી નથી. કવિ યુદ્ધક્ષેત્રનું વર્ણન કરતી વખતે વીર અને ભયાનક રસોનું જીવન્ત આલેખન કરે છે (૭મો સર્ગ). અગીઆરમા સર્ગમાં સૂક્તિઓનો સુંદર રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. - કર્તા અને રચનાકાળ – આના કર્તા કવિ પં. રાયમલ્લ છે. તેમની અન્ય કૃતિઓમાં પંચાધ્યાયી, લાટીસંહિતા અને અધ્યાત્મકમલમાર્તડ મળે છે. પ્રસ્તુત કૃતિની રચના આગ્રાનગરમાં સં. ૧૬૩૨ ચૈત્ર વદ આઠમે પુનર્વસુ નક્ષત્રમાં કરવામાં આવી હતી. કાવ્યના પ્રારંભમાં કવિએ આગ્રા (અર્ગલપુર)નું સુંદર વર્ણન આપ્યું છે. ત્યાં એ સમયે જજિયાવેરો નાબૂદ કરનાર અને મદ્યપાન ઉપર પ્રતિબંધ મૂકનાર અકબર બાદશાહ રાજ કરતા હતા. આ કાવ્ય ગર્ગગોત્રના સાહુ ટોડર અગ્રવાલ માટે રચાયું હતું. કવિએ સાહુ ટોડરના પરિવારનો પૂરો પરિચય આપ્યો છે. સાદુ ટોડરે મથુરાની યાત્રા કરી હતી અને ત્યાં જબૂસ્વામીના નિર્વાણ સ્થાન ઉપર અપાર ધન ખર્ચે અનેક સ્તૂપોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમની વિનંતીથી કવિએ આગ્રામાં રહેવાસ દરમ્યાન આ કાવ્યની રચના કરી હતી. પછી કવિ આગ્રા છોડી વૈરાટનગરમાં રહેવા ગયા અને બાકીની સાહિત્યરચનાઓ ત્યાં કરી.
જંબુસામિચરિય – આ કાવ્યની રચના પ્રાકૃત ગદ્યમાં થઈ છે પણ ક્યાંક ક્યાંક સુભાષિતોના રૂપમાં પ્રાકૃત પદ્યો પણ ઉદ્ધત કરવામાં આવ્યાં છે. તેમાં
૧. મા. દિગ. જૈન ગ્રન્થમાલા, સં. ૩૫, મુંબઈ, ૧૯૩૬; જિનરત્નકોશ, પૃ. ૧૩૨ ૨. કવિ વીરકૃત અપભ્રંશ જખુસામિચરિઉનો આ કાવ્ય ઉપર પ્રભાવ જણાય છે. ૩. જૈન સાહિત્ય વર્ધક સભા, ભાવનગર, વિ.સં. ૨૦૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org