________________
પૌરાણિક મહાકાવ્ય
૧૫૩
હતા કારણ કે તેમનું નામ ઓડયદેવ પણ મળે છે. ઉડીસા અને તમિલદેશમાં લોકકથાઓમાં આજ પણ જીવન્ધરની કથા મળે છે.
કવિના જીવન અંગે કંઈ જાણકારી મળતી નથી. તેમણે પોતાના ગુરુનું નામ પુષ્પસેન બતાવ્યું છે. વિદ્વાનોનું અનુમાન છે કે વાદીભસિંહ તેમની ઉપાધિ હતી કારણ કે તેમણે વાદી રૂપી સિંહોને જીત્યા હતા.
કવિના સમય અંગે પણ વિદ્વાનો એક મત નથી. પરંતુ અધિકાંશ મતો અનુસાર તે કાં તો ૧૧મી સદીના પ્રારંભના કવિ હતા કાં તો ઉક્ત સદીના અંતના. કવિની અન્ય રચનાઓમાં ગદ્યચિન્તામણિ અને સ્યાદ્વાદસિદ્ધિ પ્રકાશિત છે.
એક અન્ય જીવન્ધરચરિતના કર્તા ભટ્ટારક શુભચન્દ્ર છે. તેમાં ૧૩ સર્ગ છે. કવિએ તેને ધર્મકથા કહી છે. તેની રચના સં. ૧૬૦૩માં નવીનનગરના ચન્દ્રપ્રભ જિનાલયમાં થઈ છે. કર્તાનો વિશેષ પરિચય અને તેમની રચનાઓનો નિર્દેશ અમે તેમની અન્ય રચના પાંડવપુરાણના પ્રારંભમાં આપ્યો છે.
જીવન્તર સંબંધી ગદ્યાત્મક કૃતિ ગદ્યચિન્તામણિનો પરિચય ગદ્યકાવ્યોમાં અને જીવન્યરચમ્પનો પરિચય ચમ્મકાવ્યોમાં કરાવવામાં આવશે. બાકીની જીવન્ડર સંબંધી રચનાઓનો તો ઉલ્લેખમાત્ર મળે છે.
જબૂસ્વામિચરિત – જમ્બુ ભગવાન મહાવીરના અન્તિમ ગણધર તથા જૈનમાન્ય ૨૪ કામદેવોમાં અંતિમ કામદેવ હતા. આ ચરિત પણ જૈન કવિઓને
૧. સમયનિર્ણય માટે જુઓ ન્યાયકુમુદચન્દ્ર (મા. દિ. પ્રથ.), પ્રસ્તાવના, પૃ. ૧૧૧;
સ્યાદ્વાદસિદ્ધિ (મા. દિ. ગ્રન્થ.), પ્રસ્તાવના, પૃ. ૧૧; જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, મુંબઈ, ૧૯૫૬, પૃ. ૩૨૪-૩૨૮; ગદ્યચિન્તામણિ, શ્રીરંગમ્, ૧૯૧૬, પ્રસ્તાવના, પૃ. ૭-૮; જૈન સિદ્ધાન્ત ભાસ્કર, આરા, ભાગ ૬, કિરણ ૨, પૃ. ૭૮-૮૭ તથા ભાગ ૭, કિરણ ૧, પૃ. ૧-૮; હિસ્ટ્રી ઓફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર (એમ. કૃષ્ણમાચારી), મદ્રાસ, ૧૯૩૭, પૃ. ૪૭૭; ગઘચિન્તામણિ (ભારતીય જ્ઞાનપીઠ વારાણસી),
પ્રસ્તાવના ૨. રાજસ્થાન કે જૈન સન્ત: વ્યક્તિત્વ એવં કૃતિત્વ, પૃ. ૧OO; પ્રશસ્તિ, પદ્ય ૭માં રચનાકાળ
આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org