________________
૧૪૪
જેન કાવ્યસાહિત્ય
જર્મન વિદ્વાન આન્સ્ટોફ વસુદેવસિંડીની તુલના ગુણાઢ્યની પૈશાચી ભાષામાં રચાયેલી બૃહત્કથા સાથે કરે છે. સંઘદાસગણિની આ કૃતિને તે બૃહત્કથાનું રૂપાન્તર માને છે. બૃહત્કથામાં નરવાહનદત્તની કથા આપવામાં આવી છે અને તેમાં વસુદેવનું ચરિત છે. ગુણાઢ્યની ઉક્ત રચનાની જેમ આમાં પણ શૃંગારકથાની પ્રધાનતા છે પરંતુ અંતર એ છે કે જૈનકથા હોવાથી આમાં વચ્ચે વચ્ચે ધર્મોપદેશ વિખરાયેલો પડ્યો છે. વસુદેવહિંડીમાં એક બાજુ સદાચારી શ્રમણ, સાર્થવાહ અને વ્યવહારપટુ વ્યક્તિઓનાં ચરિતો આલેખાયાં છે તો બીજી બાજુ કપટી તપસ્વી, બ્રાહ્મણ, કુટ્ટની, વ્યભિચારિણી સ્ત્રીઓ અને હૃદયહીન વેશ્યાઓના ચરિતો આલેખાયાં છે. કથાનકોની શૈલી સરસ અને સરળ છે.
વસુદેવહિંડીસાર – ૨૮ હજાર શ્લોકપ્રમાણ વિશાળ કથાગ્રન્થ વસુદેવહિંડીનો આ સારસંક્ષેપ છે, તે ૨૫૦ શ્લોકપ્રમાણ પ્રાકૃત ગદ્યમાં લખાયો છે. આ વસુદેવહિડીસારના કર્તા કોણ છે, તેમણે શા માટે સારોદ્ધાર કર્યો, એનો નિશ્ચય થઈ શક્યો નથી. ગ્રન્થના અંતે કેવળ એટલું જ લખ્યું છે કે “3 સંવે સિરિનિહાળસૂરો ઋણ હી દિયા' અર્થાત્ શ્રીગુણનિધાનસૂરિ માટે સંક્ષેપમાં કથા કહેવામાં આવી છે. પરંતુ કોણે કહી છે એ જણાવવામાં આવ્યું નથી. આ પ્રતિમાં તેનો સ્પષ્ટ કે અસ્પષ્ટ ઉલ્લેખ પણ નથી. તેના સંપાદક પં. વીરચન્દ્ર અનુસાર આ કૃતિ ત્રણ સો કે ચાર સો વર્ષોથી વધુ પ્રાચીન નથી. તેને વસુદેવહિડીઆલાપક' પણ કહે છે પરંતુ કૃતિના અંતે “વસુદેવદિંડી વક્રદી સત્તા લખ્યું છે તેથી તેનું “વસુદેવહિડીસાર' નામ બરાબર છે.
પ્રદ્યુમ્નચરિત – વીસમા કામદેવ વસુદેવના પૌત્ર તથા નવમાં નારાયણ કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જૈનધર્મસંમત એકવીસમા કામદેવ (અતિશય રૂપવાન) હતા. પ્રદ્યુમ્નનું ચરિત જૈન કવિઓને એટલું તો રુચિકર હતું કે તેને સાધારણ પુરાણોમાં પર્યાપ્ત સ્થાન દેવા ઉપરાંત સ્વતંત્ર કાવ્યો પણ તેના ઉપર તેમણે રચ્યાં. આજ સુધી સંસ્કૃત,
૧. બૃહત્કથાનું સંસ્કૃત રૂપાન્તર સોમદેવકૃત કથાસરિત્સાગર મળે છે, તેમાં નરવાહનદત્ત
સાથે વિવાહિત કન્યાઓનાં નામ ઉપરથી લંભકોનાં નામ રાખવામાં આવ્યાં છે. ૨. હેમચન્દ્રાચાર્ય ગ્રન્થાવલી (સં. ૪), પાટણ, સન્ ૧૯૧૭ ૩. વસુદેવહિડી, જિનસેનનું હરિવંશપુરાણ (સર્ગો ૪૭-૪૮), હેમચન્દ્રનું ત્રિષષ્ટિ
શલાકાપુરુષચરિત, ગુણભદ્રનું ઉત્તરપુરાણ – આ બધાંમાં પ્રધુમ્નચરિત આપવામાં આવ્યું
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org