________________
પૌરાણિક મહાકાવ્ય
નથી પરંતુ સં. ૧૫૧૮માં તે ભટ્ટારક પદ ઉપર હતા. ઉક્ત ગ્રન્થની પ્રશસ્તિમાં રચનાકાળ સં. ૧૫૩૧ પોષ સુદ ૧૩ બુધવાર આપ્યો છે. આ કાવ્ય ઉપરાંત કવિએ સંસ્કૃતમાં યશોધરચરિત અને સપ્તવ્યસનકથા લખી હતી અને અનેક કૃતિઓ રાજસ્થાનીમાં પણ રચી હતી.
૧૪૭
સામ્ભપ્રદ્યુમ્નચરિત – આમાં પ્રદ્યુમ્ન અને તેના અનુજ સામ્બનાં લોકરંજક ચરિત્રોનું આલેખન ૧૬ સર્ગોમાં પ્રાંજલ સંસ્કૃતમાં કરવામાં આવ્યું છે. આ કાવ્ય ૭૨૦૦ શ્લોકપ્રમાણ છે. કથાના ઉપોદ્ઘાતમાં કહ્યું છે કે આ કથા અન્તકૃદશાંગના ચોથા વર્ગના આઠમા સૂત્રમાં આવે છે અને તેને સુધર્મા ગણધરે જમ્બુને કહી હતી.
કર્તા અને રચનાકાળ કૃતિના અન્તે ૫૩ પઘોની એક પ્રશસ્તિ છે અને એક પુષ્પિકા પણ છે. તેમાંથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા નૂતનચરિત્રક૨ણપ૨ાયણ પંડિતચક્રચક્રવર્તી પં. શ્રી રવિસાગરગણિ છે. તેમણે આ કૃતિને સં. ૧૬૪૫માં પૂરી કહી હતી અને તેમના શિષ્ય જ્ઞાનસાગરે તેને લિપિબદ્ધ કરી હતી. તપાગચ્છના હીરવિજયસત્તાનીય રાજસાગર તેમના દીક્ષાગુરુ હતા અને સહજસાગર તથા વિનયસાગર તેમના અધ્યાપક હતા.૪ આ રચના તેમણે માંડિલ નગરમાં ખેંગાર રાજાના રાજ્યકાળમાં કરી હતી.પ
પ્રદ્યુમ્નચરિત – આને મહાકાવ્ય પણ કહેવામાં આવ્યું છે. તે ૧૬ સર્ગોમાં વિભક્ત છે. તેનું પરિમાણ ૩૫૬૯ શ્લોકપ્રમાણ છે. તેમાં પ્રદ્યુમ્નને નિમિત્ત
૧. સર્ગ ૧૮, પદ્ય સં. ૧૬૯
૨. ડૉ. કસ્તૂરચન્દ્ર કાસલીવાલ, રાજસ્થાન કે જૈન સન્ત : વ્યક્તિત્વ ઔર કૃતિત્વ, જયપુર, ૧૯૬૧, પૃ. ૪૩; જિનરત્નકોશ, પૃ. ૨૬૪; હિન્દી અનુવાદ - બુન્દૂલાલ પાર્ટની, જૈન ગ્રન્થ કાર્યાલય, મદનગંજ, રાજસ્થાન
૩. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૧૭; પં. મફતલાલ ઝવેરચંદ, અમદાવાદ, વિ.સં. ૨૦૦૮; જિનરત્નકોશ, પૃ. ૨૬૪ અને ૪૩૩
૪. પદ્ય સં. ૪૮-૫૩
५. तस्मिन् मांडलिनाम्नि चारुनगरे खेंगारराजोत्तमे,
सम्पूर्णसमजायतोरुचरितं प्रद्युम्ननामानां ।
संख्यातश्च सहस्रसप्तकमिदं द्वाभ्यां शताभ्यां (७२००) शुभं,
पंचांभोनिधिषनिशापतिमिते १६४५ वर्षे चिरं नंदतान् ॥
૬. બી. બી. એન્ડ કું, ખારગેટ, ભાવનગર, વિ.સં. ૧૯૭૪; જિનરત્નકોશ, પૃ. ૨૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org