________________
૧૪૬
ચકિત કરી દીધા. ત્યાર બાદ બ્રહ્મચારીનો વેશ લઈ તે પોતાની માતા રુણિ પાસે ગયા. ત્યાં પોતાના કાકા બલરામ અને સત્યભામાની દાસીઓની પજવણી કરી. પછી પ્રદ્યુમ્ને માયામયી રુમિણીને શ્રીકૃષ્ણની સભા આગળથી હાથ પકડી ખેંચી લઈ જઈને શ્રીકૃષ્ણને લલકાર્યા. કૃષ્ણ અને પ્રદ્યુમ્ન વચ્ચે ખૂબ યુદ્ધ થયું. આની વચ્ચે નારદે આવીને પ્રદ્યુમ્નનો પરિચય આપ્યો. તેથી બધા ખૂબ રાજી થયા. પ્રધુમ્નનું સારું સ્વાગત કરવામાં આવ્યું અને નગરમાં ઉત્સવ કરવામાં આવ્યો. પ્રદ્યુમ્ને ઘણો સમય રાજસુખ ભોગવ્યા પછી દીક્ષા લીધી અને અંતે નિર્વાણ પ્રાપ્ત કર્યું.
પ્રદ્યુમ્નચરિત્ર ઉપર રચાયેલી કૃતિઓના ઉપર આપેલા કોઠા પ્રમાણે એમ કહી શકાય કે આ ચરિત્રને સૌપ્રથમ સ્વતન્ત્ર ચરિત્ર અને કાવ્યના રૂપમાં પ્રસ્તુત કરવાનું શ્રેય પરમારવંશીય નરેશ સિન્ધુરાજ (ઈ.સ. ૯૯૫-૯૯૮)ના સમકાલીન આચાર્ય મહાસેનને જાય છે. આ કાવ્યનું વર્ણન શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગે કરવામાં આવશે.
જૈન કાવ્યસાહિત્ય
કાલક્રમે સંસ્કૃતમાં દ્વિતીય રચના ભટ્ટા. સકલકીર્તિ (૧૫મી સદી) દ્વારા નિર્મિત પ્રદ્યુમ્નચરિતનો ઉલ્લેખ મળે છે.
પ્રધુમ્નરિત – ભટ્ટા૨ક સોમકીર્તિકૃત પ્રધુમ્નચરિત કાલક્રમમાં ત્રીજી રચના છે. તેનાં બે સંસ્કરણ છે : પહેલામાં ૧૬ સર્ગ છે, તેનું પરિમાણ ૬૦૦૦ શ્લોકપ્રમાણ છે, જ્યારે બીજામાં ૧૪ સર્ગ છે અને તેનું પરિમાણ ૪૮૫૦ શ્લોકપ્રમાણ છે. મૂલ કૃતિની ભાષા સંસ્કૃત બહુ જ સીધીસાદી છે. તેના પઠનથી જણાય છે કે કર્તાની આ પહેલી રચના હશે. તેમાં અર્થગાંભીર્ય, સૌન્દર્ય તથા શબ્દોનું સંગઠન ઉદાત્ત નથી. છતાં કથાપ્રબંધ સુન્દર તથા ચિત્તાકર્ષક છે. કર્તા અને રચનાકાલ ગ્રન્થના અંતે આપવામાં આવેલી પ્રશસ્તિમાં કર્તાનો પરિચય આપવામાં આવ્યો છે. તે અનુસાર ભટ્ટારક સોમકીર્તિ કાષ્ઠાસંઘની નન્દીતટ શાખાના સંત હતા તથા દસમી શતાબ્દીના પ્રસિદ્ધ ભટ્ટારક રામસેનની પરંપરામાં તે થયા હતા. તેમના દાદાગુરુ લક્ષ્મીસેન હતા અને ગુરુ ભીમસેન હતા. સં. ૧૫૧૮ (સન્ ૧૪૬૧)માં રચાયેલી એક ઐતિહાસિક પટ્ટાવલીમાં તેમણે પોતાને કાષ્ઠાસંઘના ૮૭મા ભટ્ટારક કહ્યા છે. તેમના ગૃહસ્થજીવનનો કોઈ પરિચય મળતો
1
Jain Education International
૧. માણિક્યચન્દ્ર દિગ. જૈન ગ્રન્થમાળા, સં. ૮; પં. નાથૂરામ પ્રેમી, જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૪૧૧; જિનરત્નકોશ, પૃ. ૨૬૪
૨. ડૉ. ગુ. ચ. ચૌધરી, પોલિટિકલ હિસ્ટ્રી ઑફ નોર્ધન ઈંડિયા, પૃ. ૯૫
૩. જિનરત્નકોશ, પૃ. ૨૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org