________________
પૌરાણિક મહાકાવ્ય
૧૪૯
૫. દામનન્ટિ
સમય અજ્ઞાત ૬. વીરસેનશિષ્ય શ્રીધરસેન
સમય અજ્ઞાત સ્થાન ગોનર્દ ૭. વાદિરાજ
સમય અજ્ઞાત ૮. અજ્ઞાતકર્તક
કથાસાર – કનકપુરના રાજા જયંધર અને રાણી પૃથ્વીને નાગકુમાર નામનો પુત્ર થયો. બાળપણમાં નાગોએ તેની રક્ષા કરી હોવાથી તેનું નામ નાગકુમાર પાડવામાં આવ્યું. નાગદેશથી જ તે અનેક વિદ્યાઓ શીખી યુવાન થયો હતો અને ત્યાંની સુંદર કિન્નરીઓ સાથે તેણે લગ્ન કર્યા હતાં. નાગકુમારનો ઓરમાન ભાઈ શ્રીધર તેના ઉપર ઈષદ્વિષ કરતો હતો. એક વાર જ્યારે નાગકુમાર નગરના એક મદોન્મત્ત હાથીને વશ કરવામાં સફળ થઈ ગયો ત્યારે શ્રીધર ખૂબ જ ક્રોધે ભરાયો.
નાગકુમાર પોતાના પિતાના આગ્રહને વશ થઈ કેટલાક સમય માટે વિદેશભ્રમણ માટે ગયો. સૌપ્રથમ તે મથુરા પહોંચ્યો અને ત્યાંના રાજાની કન્યાને બન્દીગૃહમાંથી બહાર કાઢી તે કાશ્મીર ગયો. ત્યાં વીણાવાદનમાં ત્રિભુવનરતિને પરાજિત કરી તેની સાથે લગ્ન કર્યા. રમ્યફવનમાં કાલગુફાવાસી ભીમાસુર સાથે પ્રત્યક્ષ મેળાપ થયો. કાંચનગુફામાં પહોંચી તેણે અનેક વિદ્યાઓ અને અપાર સંપત્તિ પ્રાપ્ત કરી. પછી ગિરિશિખરવાસી રાજા વનરાજ સાથે એનો મેળાપ થયો અને તેની પુત્રી લક્ષ્મી સાથે લગ્ન કર્યા. ત્યાંથી તે ગિરનાર પર્વત તરફ ગયો. ત્યાં તેણે સિંધના રાજા ચંડપ્રદ્યોતની સામે ગિરિનગરના રાજાની – પોતાના મામાની – રક્ષા કરી અને તેના બદલામાં તેની પુત્રી સાથે લગ્ન કર્યા. તે પછી તેણે અબંધનગરના અત્યાચારી રાજા સુકંઠનો વધ કર્યો અને તેની પુત્રી રૂકમિણી સાથે લગ્ન કર્યા. છેવટે તેણે પિહિતાવ મુનિ પાસેથી પોતાની પ્રિયા લક્ષ્મીમતીના પૂર્વભવની કથા સાંભળી તથા શ્રુતપંચમીના ઉપવાસનું ફળ સાંભળ્યું. આ બાજુ તેના ઓરમાન ભાઈ શ્રીધરે દીક્ષા લઈ લીધી એટલે તેના પિતાએ તેને બોલાવી તેનો રાજ્યાભિષેક કર્યો અને પિતાએ દીક્ષા લઈ લીધી. નાગકુમારે પણ રાજસુખ ભોગવી દીક્ષા ગ્રહણ કરી અને અન્ત તે મોક્ષે ગયા.
નાગકુમારચરિત – આ પાંચ સર્ગોનું લઘુકાવ્ય છે. તેમાં ૫૦૭ શ્લોકો છે. તેમાં શ્રુતપંચમી યા શ્રીપંચમીના માહાભ્યને દર્શાવવા માટે વીસમા કામદેવના ચરિત્રનું આલેખન છે. તેને શ્રુતપંચમીકથા પણ કહેવામાં આવે છે. તેના પ્રારંભમાં
૧. જિનરત્નકોશ, પૃ. ૨૦૯; નાથુરામ પ્રેમી - જૈન સાહિત્ય ઔર ઈતિહાસ બીજું સંસ્કરણ),
પૃ. ૩૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org