________________
પૌરાણિક મહાકાવ્ય
૧ ૪૩
વાલ્મીકિ રામાયણ સાથે ઘણી બધી મળતી છે. સીતાને વિશે કહેવામાં આવ્યું છે કે તે મંદોદરીની પુત્રી હતી. તેને એક નાની પેટીમાં મૂકી રાજા જનકની ઉદ્યાનભૂમિમાં દાટી દીધી હતી, જ્યાંથી હળ ચલાવતી વખતે તે મળી હતી. ૧૮માં પ્રિયંગસુંદરી લંભકમાં સગરપુત્રોએ જયારે કૈલાશ પર્વતની ચારે તરફ ખાઈ ખોદી ત્યારે તેઓ બળીને ભસ્મ થઈ ગયા, તે કથાને વર્ણવી છે. ૧૯-૨૦ સંભકો નષ્ટ થઈ ગયા છે. તે પછી કેતુમતી લંભકમાં શાંતિ, કુંથુ, અર તીર્થકરોનાં ચરિતો તથા ત્રિપૃષ્ઠ વગેરે નારાયણો અને પ્રતિનારાયણોનાં ચરિતો પણ આલેખાયાં છે. પદ્માવતી લંભકમાં હરિવંશકુલની ઉત્પત્તિ દર્શાવી છે. દેવકીલંભકમાં કંસના પૂર્વભવોનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
આમ વસુદેવહિડીમાં અનેક આખ્યાન, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તો આવે છે. તે બધાંને ઉત્તરકાલીન પ્રાકૃત, સંસ્કૃત અને અપભ્રંશ કવિઓએ પલ્લવિત કરી અનેક કાવ્યોનું સર્જન કર્યું છે. આ ગ્રન્થ હરિભદ્રની સમરાઈઐકહાનો પણ સ્રોત છે. આમાંથી જ અગડદત્તના ચરિતને વિકસિત કરવામાં આવ્યું છે. જબૂચરિતોના સ્રોતો પણ આમાં મળે છે.
કર્તા અને રચનાકાળ – આ કૃતિના બે ખંડોના બે ભિન્ન કર્તા છે. પહેલા ખંડના કર્તા સંઘદાસગણિ વાચક છે અને બીજાના કર્તા ધર્મદાસગણિ છે. પરંતુ તેમનાં જીવનવૃત્ત અંગે અને તેમની અન્ય કૃતિઓ અંગે કંઈ માહિતી મળતી નથી. આ કથા આગમેતર સાહિત્યમાં પ્રાચીનતમ ગણાય છે. આવશ્યકચૂર્ણિના કર્તા જિનદાસગણિએ તેનો ઉપયોગ કર્યો છે. નિશીથચૂર્ણિમાં સેતુ અને ચેટક કથાની સાથે તેનો “વસુદેવચરિત' નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પોતાની કૃતિ વિશેષણવતીમાં પણ તેનો નિર્દેશ કર્યો છે. આ ઉલ્લેખો ઉપરથી જણાય છે કે તેનો રચનાકાળ લગભગ પાંચમી શતાબ્દી હોવો જોઈએ. તેની ભાષા પણ પ્રાચીન મહારાષ્ટ્ર પ્રાકૃત છે જેની તુલના ચૂર્ણિ ગ્રન્થોની ભાષા સાથે કરી શકાય છે. દિલ્સો, ગચ્છીય, વહાએ, પિવ, ગેહેમ્પિ વગેરે રૂપો તથા દેશી શબ્દોના પ્રયોગો તેમાં મળે છે. આ કથાગ્રન્થ ગદ્યાત્મક સમાસાન્ત પદાવલીથી વિભૂષિત છે. વચ્ચે વચ્ચે પદ્યો પણ આવે છે. ભાષા સરળ, સ્વાભાવિક અને પ્રાસાદગુણયુક્ત છે.
૧. વસુદેવહિંડીની ભાપા વિશે ડૉ. આોનો લેખ “બુલેટિન ઑફ ધ સ્કૂલ ઑફ
ઓરિએન્ટલ સ્ટડીઝ’, વૉલ્યુમ ૮, તથા વસુદેવસિંડીના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org