________________
જૈન કાવ્યસાહિત્ય
છે. અન્યકવૃષ્ણિના પુત્રોમાં જ્યેષ્ઠ સમુદ્રવિજય હતો અને કનિષ્ઠ વસુદેવ. વસુદેવની આત્મકથા, પ્રધુમ્ને વ્યંગ કરવાથી, શરૂ થાય છે. પ્રસંગ એ છે કે સત્યભામાના પુત્ર સુભાનુના વિવાહ માટે ૧૦૮ કન્યાઓને એકત્ર કરવામાં આવી પરંતુ તેમને છીનવી લઈને રુકૃમિણીપુત્ર શામ્બે વિવાહ કરી લીધા. તેથી પ્રદ્યુમ્ને પોતાના દાદા વસુદેવને કહ્યું, ‘જુઓ ! શામ્બે તો કંઈ કર્યા વિના બેઠાબેઠા જ ૧૦૮ વધુઓ મેળવી લીધી જ્યારે આપ તો સો વર્ષ સુધી દેશદેશાન્તરમાં ભ્રમણ કરીને સો મણિઓને જ મેળવી શક્યા.' વસુદેવે ઉત્તર આપ્યો કે શામ્બ તો કૂપમંડૂક છે એટલે સરળતાથી પ્રાપ્ત ભોગોથી તે સંતુષ્ટ થઈ જાય છે. મેં તો પર્યટન કરી અનેક સુખદુઃખોનો અનુભવ કર્યો છે. પર્યટન દ્વારા વિવિધ પ્રકારના અનુભવો થાય છે અને જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ત્યાર પછી વસુદેવ પોતાના સો વર્ષોના ભ્રમણનું વિવરણ પ્રસ્તુત કરે છે.
૧૪૨
પાંચમું પ્રકરણ શરીર પહેલા લંભકથી શરૂ થઈ ૨૯મા લંભકમાં સમાપ્ત થાય છે. તેમાં જે કન્યાઓ સાથે લગ્ન થાય છે તે કન્યાઓનાં નામો ઉપરથી તે તે લંભકનું નામ રાખવામાં આવ્યું છે. આ લંભકોના કથાપ્રસંગોમાં જૈન પુરાણોમાં આવેલાં અનેક ઉપાખ્યાનો, ચરિતો, અર્ધ ઐતિહાસિક વૃત્તોનું સંકલન ક૨વામાં આવ્યું છે. આ સંકલન પશ્ચાદ્ભર્તી અનેક કાવ્યો અને કથાઓનું ઉપજીવ્ય છે. ગર્વદત્તા લંભકમાં વિષ્ણુકુમારચરિત, ચારુદત્તરિત આવે છે તથા જૂના જમાનામાં આપણા દેશમાં સાર્થ (કાફલો) કેવી રીતે ચાલતો હતો અને વ્યાપારી માલ લાદી સમુદ્રમાર્ગે દેશવિદેશ અર્થાત્ ચીન, સુવર્ણભૂમિ, યવદ્વીપ, સિંહલ, બર્બર અને યવન દેશની સાથે કેવી રીતે વેપાર કરતો હતો વગેરેનું જીવંત ચિત્ર ઉપસાવવામાં આવ્યું છે. આ જ ગર્વદત્તા લંભકમાં અથર્વવેદપ્રણેતા પિપ્પલાદની કથા આપવામાં આવી છે. નીલજલસા અને સોમિસિર આ બે લંભકોમાં આખું ઋષભદેવપુરાણ આપવામાં આવ્યું છે. તેમાં પર્વત-નારદ-વસુ ઉપાખ્યાન પણ આપવામાં આવ્યું છે. તેમાં જ કેટલાંય તીર્થોની ઉત્પત્તિકથાઓ પણ આપવામાં આવી છે.
સાતમા લંભક પછી પ્રથમ ખંડનો બીજો અંશ શરૂ થાય છે. મદનવેગા લંભકમાં સનત્કુમાર ચક્રવર્તીની કથા તથા રામાયણની કથા આપવામાં આવી છે. અહીં નિરૂપિત રામકથા પઉમરિયની રામકથાથી કેટલીય વાતોમાં ભિન્ન છે. તે
૧. જર્નલ ઑફ ઑરિએન્ટલ ઈંસ્ટિટ્યૂટ, વડોદરા, વૉલ્યૂમ ૨, ભાગ ૨, પૃ. ૧૨૮માં પ્રો. વી. એમ. કુલકર્ણીનો લેખ - ‘વસુદેવહિંડીની રામકથા’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org