________________
પૌરાણિક મહાકાવ્ય
૫૦૦ છે, તે સંસ્કૃતમાં છે પરંતુ તેના કર્તાનું નામ અજ્ઞાત છે. બીજી પણ સંસ્કૃતમાં છે અને તેના કર્તા ચારુકીર્તિ છે.
વિજયચન્દ્રચરિત આમાં પંદરમા કામદેવ વિજયચન્દ્ર કેવલીનું ચિત્ર આલેખવામાં આવ્યું છે. તેને હરિચન્દ્રકથા પણ કહે છે કારણ કે તેમાં વિજયચન્દ્ર કેવલીએ પોતાના પુત્ર હરિચન્દ્વ માટે અષ્ટવિધ પૂજા જલ, ચંદન, અક્ષત, પુષ્પ, દીપ, ધૂપ, નૈવેદ્ય અને ફળનું માહાત્મ્ય આઠ કથાઓ દ્વારા દર્શાવ્યું છે. આ કૃતિના બે રૂપો મળે છે. લઘુ રૂપનો ગ્રન્થાગ્ર ૧૩૦૦ છે અને બૃહદ્ રૂપનો ગ્રન્થાત્ર ૪૦૦૦ (૧૧૬૩ ગાથાઓ) છે. આ બંને રૂપો પ્રાકૃત છે.
-
૧૩૩
કર્તા અને રચનાકાળ આના કર્તા ખરતરગચ્છના અભયદેવસૂરિના શિષ્ય ચન્દ્રપ્રભ મહત્તર છે. તેમણે પોતાના શિષ્ય વીરદેવની વિનંતીથી વિ.સં. ૧૧૨૭માં કૃતિની રચના કરી હતી. ગ્રન્થના અન્તે આપવામાં આવેલી નીચેની પ્રશસ્તિમાંથી આ વસ્તુ જાણવા મળે છે ઃ મુળિમરુદંડ (૨૨૨૭) ગુપ્ ાતે સિરિવિક્રમસ વટ્ટો रइयं फुडक्खरत्थं चंदप्पहमहयरेणेयं ।
-
સ્વ. દલાલે ચન્દ્રપ્રભ મહત્તરને અમૃતદેવસૂરિ (નિવૃત્તિવંશ)ના શિષ્ય માન્યા છે. આ માન્યતા જૈન વિવિધ સાહિત્ય શાસ્ત્રમાલા'માં પ્રકાશિત પ્રતિથી ખંડિત થાય છે.
વિજયચન્દ્રકેવલીચરિત્ર ઉપર જયસૂરિ અને હેમરત્નસૂરિ તથા અજ્ઞાત લેખકની રચનાઓનો ઉલ્લેખ મળે છે પરંતુ તેમનું ગ્રન્થપરિમાણ કે તેમનો રચનાકાળ જ્ઞાત નથી.૫
Jain Education International
શ્રીચન્દ્રકેવલિચરિત - આમાં સોળમા કામદેવ શ્રીચન્દ્રનું ચરિત્ર નિબદ્ધ છે. આ કથા આચામ્બવર્ધનતપના માહાત્મ્યને પ્રગટ કરવા રચવામાં આવી છે. તેમાં
૧. જિનરત્નકોશ, પૃ. ૨૮૩ ૨. એજન
૩. જૈનધર્મ પ્રસારક સભા, ગ્રન્થ સં. ૧૬, ભાવનગર, ૧૯૦૬; કેશવલાલ પ્રેમચન્દ્ર કંસારા, ખંભાત, વિ.સં. ૨૦૦૭; ગુજરાતી અનુવાદ - જૈનધર્મ પ્ર. સ., ભાવનગર, વિ.સં. ૧૯૬૨; જિનરત્નકોશ, પૃ. ૩૫૪
૪. હીરાલાલ ૨. કાપડિયા – પાઈય ભાષાઓ અને સાહિત્ય, પૃ. ૧૧૧
૫. જિનરત્નકોશ, પૃ. ૩૫૪
૬. કુંવરજી આણંદજી, ભાવનગર, વિ.સં. ૧૯૯૩
For Private & Personal Use Only
www.jainelibrary.org