________________
પૌરાણિક મહાકાવ્ય
૧૩૫
શીલસિંહગણિ છે. આ બીજી કૃતિમાં ચાર અધ્યાય છે, તેનો ગ્રન્થાગ્ર ૩૭૦૦ શ્લોકપ્રમાણ છે અને રચનાકાળ સં. ૧૪૯૪ છે.*
સત્તરમા કામદેવ નલ ઉપર જૈન કવિઓએ સંસ્કૃત અને પ્રાકૃતમાં અનેક કાવ્યો, કથાઓ અને પ્રબંધો લખ્યાં છે. તેમાં અનેક તો વિશાલ કૃતિઓના ભાગરૂપે છે જ્યારે કેટલાંક સ્વતન્ત્ર રચનાઓ રૂપે છે. આ બધાંમાં પ્રમુખ છે મહત્ત્વપૂર્ણ કાવ્ય નલાયન.
નલાયન – આ કાવ્યમાં સત્તરમા કામદેવ નલ અને તેમની પતિવ્રતા પત્ની દમયન્તીનું ચરિત જૈન દષ્ટિએ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. નવ મંગલ' શબ્દાંકિત મહાકાવ્ય છે. તેની રચના દસ સ્કન્ધોમાં કરવામાં આવી છે. તેમાં કુલ ૧૦૦ સર્ગ અને ૪૦૫૬ શ્લોકો છે. નલાયનનું બીજું નામ “કુબેરપુરાણ” અને “શુકપાઠ” પણ છે. કવિએ નલના જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું પૂરું વિવરણ આપ્યું છે, તેથી કાવ્ય વિસ્તૃત થઈ ગયું છે. આ કાવ્યની કથાને ત્રણ ભાગોમાં વિભક્ત કરી શકાય. પ્રથમ ભાગમાં નલના જન્મથી દમયન્તી સાથે તેના વિવાહ અને દમયન્તીને લઈને નિષધ દેશમાં આગમન સુધી, બીજા ભાગમાં નલની ધૂતક્રીડાથી દમયન્તીની પુનઃપ્રાપ્તિ સુધી તથા ત્રીજા ભાગમાં નલ દ્વારા શ્રાદ્ધધર્મ સ્વીકારથી મૃત્યુ પછી કુબેર બનવા સુધીની કથા આવે છે. પહેલા, બીજા અને ત્રીજા સ્કંધમાં પ્રથમ ભાગની કથાનું નિરૂપણ છે. ચોથાથી આઠમા સ્કંધ સુધીના સ્કંધોમાં બીજા ભાગની અને નવમા-દસમા સ્કંધોમાં ત્રીજા ભાગની કથાનું નિરૂપણ છે.
નલાયનનું કથાનક જૈનચરિતકૃતિઓમાં ઉપલબ્ધ આખ્યાનો ઉપર આધારિત છે. તેથી વ્યાસકૃત મહાભારતમાં ઉપલબ્ધ નલોપાખ્યાન સાથે તેની તુલના કરતાં આપણને જાણવા મળે છે કે અનેક સ્થાને પરિવર્તન કરવામાં આવ્યું છે. પરંતુ આ પરિવર્તનો કવિએ પોતે નથી કર્યા પરંતુ તેણે તો જૈનપરંપરાગત નલચરિતની મૂળ કથાને જેવી છે તેવી જ ગ્રહણ કરી છે. છતાં, કાવ્યના અનેક અંશોમાં કવિની મૌલિકતા અને કાવ્યકુશળતા ઝળકે છે. હંસ-ભૈમી સંવાદ, દેવદૂત-નલ-ભૈમી સંવાદ, નલવિરહે દમયન્તીવિલાપ, વગેરે પ્રસંગોમાં પર્યાપ્ત મૌલિકતા છે. દેવદૂત, નલ અને દમયન્તીની વચ્ચે થયેલા વાર્તાલાપ અને સંવાદમાં શ્રીહર્ષકત
૧. જિનરત્નકોશ, પૃ. ૩૯૬ ૨. યશોવિજય જૈન ગ્રંથમાલા, ભાવનગર, વિ.સં. ૧૯૯૪; જિનરત્નકોશ, પૃ. ૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org