________________
પૌરાણિક મહાકાવ્ય
છે. અર્થાલંકારોના પ્રયોગમાં કવિએ સ્વાભાવિકતાનો પૂરો ખ્યાલ રાખ્યો છે.
તેની ભાષા વૈવિધ્યપૂર્ણ છે. એક બાજુ તેમાં સરળ ભાષાનો પ્રયોગ થયો છે તો બીજી બાજુ પ્રૌઢ અને પાંડિત્યપૂર્ણ ભાષાનો પ્રયોગ થયો છે. ભાષા ઉ૫૨ કવિનું પૂર્ણ પ્રભુત્વ પ્રગટ થાય છે. ભાષા જાણે કવિની ઈચ્છા મુજબ નાચે છે. ભાષાનો એક પ્રધાન ગુણ અલંકૃતિ કાવ્યમાં સર્વત્ર નજરે ચડે છે. તેમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ પદે પદે મળે છે. આ અલંકારો ભાષાને ભારરૂપ નથી પરંતુ ભાષાના સૌન્દર્યમાં વધારો કરે છે. અનુપ્રાસ અને યમકના પ્રયોગે કાવ્યની ભાષાને પ્રવાહી, ગતિમય, ચંચલ અને લલિત બનાવી દીધી છે. આ કાવ્યમાં પ્રસંગે પ્રસંગે કહેવતોનો પણ સુંદર પ્રયોગ થયો છે, તેને કારણે ભાષાની વ્યાવહારિકતા વધી છે.
આ કાવ્યના પ્રત્યેક સર્ગમાં અનુષ્ટુપ્નો પ્રયોગ અધિક થયો છે. કેટલાક સર્ગોમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે, તેમાં છંદો બહુ જ જલ્દી જલ્દી બદલવામાં આવ્યા છે. અન્ય છંદોમાં માલિની, આર્યા, શાર્દૂલવિક્રીડિત, વસન્તતિલકા, મન્દાક્રાન્તા, શિખરિણી, પૃથ્વી, દ્રુતવિલમ્બિત, ઉપજાતિ, ઈન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, હરિણી, રથોદ્ધતા, સ્વાગતા, પુષ્પિતાગ્રા, મંજુભાષિણી, સ્રગ્ધરા, ભૃગ, તોટક, ભુજંગપ્રયાત, વંશસ્થ, સગ્વિણી, હરિણપ્લુતા તથા વિવિધ પ્રકારના અર્ધસમ વર્ણિક વૃત્તોનો પ્રયોગ થયો છે. સવૈયા અને ષટ્કદી જેવા સંસ્કૃતેતર છંદોનો પ્રયોગ પણ આ કાવ્યમાં થયો છે.
કવિપરિચય અને રચનાકાળ આ કાવ્યના અંતે કોઈ પ્રશસ્તિ આપવામાં આવી નથી. તેથી કવિનો કોઈ વિશેષ પરિચય મળતો નથી. છતાં પ્રત્યેક સ્કન્ધના અંતે જે પુષ્પિકા આપવામાં આવી છે તેમાં કવિએ પોતાનું તેમ જ પોતાના ગચ્છનું નામ આપ્યું છે. તેથી જાણવા મળે છે કે વટગચ્છના સૂરિ માણિક્યદેવે તેની રચના કરી છે.
૧૩૭
---
૧. સ્કન્ધ ૧, સર્ગ ૧. ૩૧, ૩૯, ૪૦, ૪૯; સ્કન્ધ ૨, સર્ગ ૫. ૩૩; સ્કન્ધ ૩, સર્ગ ૯. ૧૪, ૧૬; સ્કન્ધ ૪, સર્ગ ૬. ૧૬; સ્કન્ધ ૫, સર્ગ ૪. ૩-૪; સ્કન્ધ ૭, સર્ગ ૫. ૪૨ આદિ.
૨. સ્કન્ધ ૪,
સર્ગ ૩. ૪, સર્ગ ૬.૫૧, સર્ગ ૯.૪૪, સર્ગ ૧૨.૪૦ 3. एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं माणिक्यदेवमुनिना कृतिनां कृतं यत् ।
एतत् किमप्यनवमं नवमङ्गलाङ्कं चक्रे यदत्र वटगच्छनभोमृगाङ्कः ।
Jain Education International
For Private & Personal Use Only
प्रथम स्कन्ध ।
द्वितीय स्कन्ध
www.jainelibrary.org