________________
૧ ૨૦
જૈન કાવ્યસાહિત્ય
આ કાવ્ય ઉપર ભટ્ટારક વિજયકીર્તિશિષ્ય શુભચન્દ્ર પંજિકા લખી છે. તેનો ઉલ્લેખ પાંડવપુરાણની પ્રશસ્તિમાં ભટ્ટારક શુભચન્દ્ર સ્વયં કર્યો છે. તેની રચના તેમણે ભટ્ટારક શ્રીભૂષણના અનુરોધથી કરી હતી અને તેની પહેલી પ્રતિ શ્રીપાલ વર્ણીએ તૈયાર કરી હતી.'
તેરમી શતાબ્દીના પ્રારંભમાં એક સર્વાનન્દસૂરિ (જાલિહરગચ્છ)એ પાર્શ્વનાથચરિતની રચના કરી હતી. આ ઉલ્લેખ તેમના પ્રશિષ્ય દેવસૂરિએ પોતાની રચના પઉમપભચરિયમાં કર્યો છે. ૨. પાર્શ્વનાથચરિત
મમ્મટાચાર્યના કાવ્યપ્રકાશની પ્રથમ ટીકા સંકેતના કર્તા માણિક્યચન્દ્રસૂરિની આ કૃતિ છે, તે હજુ સુધી અપ્રકાશિત છે. તેમાં દસ સર્ગ છે. તેનું પરિમાણ ૬૭૭૦ શ્લોકપ્રમાણ છે. પ્રત્યેક સર્ગની પુષ્યિકામાં તેને મહાકાવ્ય કહેલ છે. મહાકાવ્યોચિત અધિકાંશ લક્ષણોનો સમન્વય તેમાં થયો છે. તેમાં શાન્તરસ પ્રધાન છે અને અન્ય રસો પણ ગૌણ રૂપે વિદ્યમાન છે. પ્રત્યેક સર્ગમાં એક જ છંદ પ્રયુક્ત છે પરંતુ સર્માન્ત છંદપરિવર્તન કરવામાં આવેલ છે. તેમાં સૂર્યોદય, સૂર્યાસ્ત, ચન્દ્રોદય, ઋતુ, વન વગેરેનાં વર્ણનો મળે છે. સર્ગોનાં નામ વર્ણિત ઘટનાઓના આધારે રાખવામાં આવ્યાં છે. મહાકાવ્ય હોવા છતાં તેમાં પ્રમુખ મહાકાવ્યોને અનુરૂપ ભાષાશૈલી અને પ્રૌઢ કવિત્વકલાનો અભાવ છે, તેથી તેની ગણના સામાન્ય મહાકાવ્યોમાં માનવી જોઈએ. તે એક પૌરાણિક મહાકાવ્ય છે. તેનો પ્રારંભ તીર્થકરોની સ્તુતિથી થાય છે, તેમાં ભવાન્તરો અને અનેક અવાન્તર કથાઓની યોજનાઓ કરવામાં આવી છે તથા પાર્શ્વનાથનાં જન્મ, દીક્ષા, કેવલ અને નિર્વાણ કલ્યાણકોનું વર્ણન અલૌકિક ઘટનાઓથી ભરપૂર છે. તેનું કથાનક સંપૂર્ણપણે પરંપરાસંમત છે.
પૌરાણિક કાવ્યને અનુરૂપ તેની રચના અનુષ્ટ્રમ્ છંદમાં થઈ છે પરંતુ સર્વાન્ત માલિની, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા વગેરે છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્યાંક ક્યાંક સર્ગમળે પણ ચારપાંચ પદ્ય અન્ય છંદોમાં રચાયાં છે. આ કાવ્યમાં કવિની અભિરુચિ અલંકારોમાં જણાતી નથી તથા ભાષાના સહજ પ્રવાહમાં અને ભાવોની ૧. જિનરત્નકોશ, પૃ. ૨૪૬ ૨. એજન, પૃ. ૪૪૫ ૩. તાડપત્રીય પ્રતિ – શાન્તિનાથ ભંડાર, ખંભાત, ગ્રન્થ સં. ૨૦૭; જિનરત્નકોશ, પૃ. ૨૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org