________________
પૌરાણિક મહાકાવ્ય
૧૨૧
સ્વાભાવિક અભિવ્યક્તિમાં અલંકાર સ્વતઃ આવી ગયા છે. ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. ક્લિષ્ટ અને અપ્રચલિત શબ્દોનો પ્રયોગ નહિવત્ છે. સૂક્તિઓ અને લોકોક્તિઓનો વિશેષ પ્રયોગ કવિએ કર્યો નથી.
કવિ પરિચય અને રચનાકાલ – ચંન્યાન્ત કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાં તેમણે પોતાની ગુરુપરંપરા જણાવી છે. તેથી જાણવા મળે છે કે આ કૃતિના કર્તા માણિક્યચન્દ્રસૂરિ રાજગચ્છના હતા. રાજગચ્છમાં ભરતેશ્વરસૂરિ, તેમના શિષ્ય વીરસ્વામી, તેમના શિષ્ય નેમિચન્દ્રસૂરિ, અને તેમના શિષ્ય સાગરચન્દ્ર થયા. સાગરચન્દ્રના શિષ્ય પાર્શ્વનાથચરિતના કર્તા માણિક્યચન્દ્રસૂરિ હતા. તે મહામાત્ય વસ્તુપાલના સમકાલીન હતા. ઉદયપ્રભસૂરિના શિષ્ય જિનભદ્ર પોતાની પ્રબન્ધાવલીમાં (સં. ૧૨૯૦) માણિજ્યચન્દ્ર અને વસ્તુપાલના સંપર્કનું વિવરણ આપ્યું છે. પાર્શ્વનાથચરિતનો રચનાકાલ કવિએ આ પ્રમાણે જણાવ્યો છે :
रसपिरवि (१२७६) संख्यायां सभायां दीपपर्वणि ।
समर्थितमिदं वेलाकूले श्रीदेवूपके ॥ અર્થાત્, સં. ૧૨૭૬માં દિવાળીના દિવસે વેલકૂલ શ્રીદેવકૂપકમાં આ કાવ્યની રચના થઈ. તેની રચના ભિલ્લમાલવંશીય શેઠ દેહડની વિનંતીથી કરવામાં આવી. કવિની અન્ય કૃતિઓમાં શાન્તિનાથચરિત તથા કાવ્યપ્રકાશની સંકેત ટીકા છે. ૩. પાર્શ્વનાથચરિત
આ મહાકાવ્ય “વિનય' શબ્દાંકિત છે. તેનામાં છ સર્ગો છે. તે હજુ સુધી અપ્રકાશિત છે. તેનું પરિમાણ ૪૯૮૫ શ્લોકપ્રમાણ છે. સર્ગોનાં નામ વર્યુ વસ્તુના આધારે રાખવામાં આવ્યા છે. તેનું કથાનક પરંપરાસમ્મત છે. તેમાં કવિએ કોઈ પરિવર્તન કર્યું નથી. પૂર્વભવોના વર્ણનમાં અનેક અવાન્તર કથાઓની યોજના કરવામાં આવી છે. કૃતિની રચનાનો ઉદેશ ધાર્મિક સ્થાનો અને સભાઓમાં શ્રદ્ધાળુ શ્રાવકો દ્વારા તેનું પારાયણ થાય અને બીજાઓને તેઓ સંભળાવે એ છે. આ પાર્શ્વનાથચરિતનું કથાનક પરંપરાસંમત હોવા છતાં પૂર્વવર્તી પાર્શ્વનાથચરિતોથી
૧. એજન, પ્રશસ્તિ ૨. હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, હસ્તલિખિત પ્રતિઓ, ક્ર. સં. ૧૯૧૮ અને
૧૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org