________________
જૈન કાવ્યસાહિત્ય
કેવળ બેના જ કંઈક પરિચય મળ્યો છે, બાકીની રચનાઓના કેવળ ઉલ્લેખો મળે છે.
૧૨૬
મહાવીરચરિત
છેલ્લા તીર્થંકર મહાવીર ઉપર લખવામાં આવેલાં સ્વતંત્ર ચરિતોમાં આ પ્રાચીન છે. તેનું બીજું નામ વર્ધમાનચરિત કે સન્મતિચરિત્ર છે. તેમાં ૧૮ સર્ગો છે. આ કૃતિનો ઉલ્લેખ ધવલ વિના હિરેવંશપુરાણમાં થયો છે.
કવિપરિચય અને રચનાકાળ આ કૃતિની હસ્તલિખિત પ્રતિઓમાં એકની પ્રશસ્તિમાં કહેવામાં આવ્યું છે કે તેના કર્તા અસગ કવિ છે જેમણે શક સં. ૯૧૦ (વિ.સં. ૧૦૪૫ લગભગ)માં આઠ અન્ય ચરિત્રોની રચના કરી હતી. તેમણે રચેલાં ચન્દ્રપ્રભચરિત્ર અને શાન્તિનાથચરિત્ર જ પ્રસ્તુત કૃતિ ઉપરાંત ઉપલબ્ધ છે. વર્ધમાનચરિત
આમાં કુલ ૨૦ અધિકાર છે. તેમાંથી પ્રથમ ૬માં મહાવીરના પૂર્વભવોનું નિરૂપણ છે પરંતુ બાકીના ૧૪માં ગર્ભકલ્યાણથી માંડી નિર્વાણપ્રાપ્તિ સુધીનું ચરિત્ર વિસ્તારથી નિરૂપાયું છે. તેની ભાષા સરળ અને કાવ્યમય છે. વર્ણનશૈલી પ્રવાહમય છે. તેનું પરિમાણ ૩૦૬૫ શ્લોકપ્રમાણ છે. તેનું બીજું નામ મહાવીરપુરાણ કે વર્ધમાનપુરાણ પણ છે. કર્તા સકલકીર્તિનો પરિચય પહેલાં કરાવી દીધો છે.
ર
મહાવીરના અન્ય ચરિતકારોમાં પદ્મનન્દિ, કેશવ અને વાણીવલ્લભ છે. તેમની કૃતિઓના ઉલ્લેખ મળે છે.
જૈન કવિઓએ કેવળ પુરાતન તીર્થંકરોનાં જ સ્વતન્ત્ર ચરિતો લખ્યાં નથી પરંતુ આગામી તીર્થંકરોમાંથી એક ઉપર પણ કાવ્ય લખ્યું, તેનો પરિચય નીચે આપ્યો છે. ભટ્ટારક યુગમાં પ્રથમ ભાવી તીર્થંકર પદ્મનાભ ઉપર કેટલીય કૃતિઓ રચાઈ છે.
૧. પં. ખૂબચન્દ્રકૃત હિન્દી અનુવાદ સહિત - મૂલચન્દ કિસનદાસ કાપડિયા, સૂરત, ૧૯૧૮; મરાઠી અનુવાદ, સોલાપુર, ૧૯૩૧
૨. જિનરત્નકોશ, પૃ. ૩૪૩; રાજસ્થાન કે જૈન સન્ત, પૃ. ૧૩; નન્દલાલ જૈનકૃત હિન્દી અનુવાદ - જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા
૩. જિનરત્નકોશ, પૃ. ૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org