________________
પૌરાણિક મહાકાવ્ય
૧ ૨૯
આવશે. મુનિ પુણ્યકુશળે ભરતના ચરિત્ર ઉપર ‘ભરતેશ્વરબાહુબલિમહાકાવ્ય'ની રચના કરી છે, તે અપ્રકાશિત છે. ભરતચરિત્ર અને ભરતેશ્વરચરિત્ર નામની બે અન્ય રચનાઓના ઉલ્લેખ મળે છે પરંતુ તેમના કર્તાઓ અજ્ઞાત છે.
બીજા ચક્રવર્તી સગરના જીવન ઉપર પ્રાકૃત કૃતિ “સગરચક્રિચરિત'નો ઉલ્લેખ મળે છે, તેનો પ્રારંભ “સુરવરHTvi નદૃનીસેસમi'થી થાય છે. હસ્તલિખિત પ્રતિનો સમય સં. ૧૧૯૧ આપવામાં આવ્યો છે, પરંતુ લેખકનું નામ અજ્ઞાત
ત્રીજા ચક્રવર્તી મઘવાના જીવન ઉપર કોઈ સ્વતંત્ર ચરિત ઉપલબ્ધ નથી.
સનકુમારચરિત (સર્ણકુમારચરિય) – ચોથા ચક્રવર્તી સનસ્કુમારના જીવન ઉપર પ્રાકૃત ભાષામાં રચાયેલી આ મોટી કૃતિ છે. તેનું પરિમાણ ૮૧૨૭ શ્લોકપ્રમાણ છે. આ ચરિતમાં ઉક્ત નાયકનાં અભુત કાર્યોના વર્ણનપ્રસંગે કહ્યું છે કે એક વાર તે એક ઘોડા ઉપર બેઠા તો ઘોડો ભાગીને તેને ગાઢ જંગલમાં લઈ ગયો, ત્યાં તેને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો પરંતુ તે બધી ઉપર તેણે વિજય મેળવ્યો અને તેની વચમાં તેણે અનેક વિદ્યાધરપુત્રીઓ સાથે લગ્ન કર્યા.
કર્તા અને રચનાકાળ – તેના કર્તા શ્રીચન્દ્રસૂરિ છે. તે ચન્દ્રગચ્છમાં સર્વદેવસૂરિના સન્તાનીય જયસિંહસૂરિશિષ્ય દેવેન્દ્રસૂરિના શિષ્ય હતા. પ્રણેતાએ પોતાના ગુરુભાઈના રૂપમાં યશોભદ્રસૂરિ, યશોદેવસૂરિ અને જિનેશ્વરસૂરિનાં નામો આપ્યાં છે. કૃતિના પ્રારંભમાં કવિએ હરિભદ્રસૂરિ, સિદ્ધમહાકવિ અભયદેવસૂરિ, ધનપાલ, દેવચન્દ્રસૂરિ, શાન્તિસૂરિ, દેવભદ્રસૂરિ અને માલધારી હેમચન્દ્રસૂરિની કૃતિઓનું સ્મરણ કરી તેમના ગુણોની સ્તુતિ કરી છે.
શ્રીચન્દ્રસૂરિએ ઉક્ત કૃતિની રચના અણહિલપુર (પાટણ)માં કર્પર પટ્ટાધિપપુત્ર સોમેશ્વરના ઘરના ઉપરના ભાગમાં સ્થિત વસતિમાં રહી ત્યાંના કુટુંબવાળાઓની
૧. વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર, આગ્રા ૨. જિનરત્નકોશ, પૃ. ૨૯૨ ૩. પાટણના ગ્રન્થોની સૂચી (ગાયકવાડ પ્રાપ્ય ગ્રન્થમાલા) ભાગ ૧, પૃ. ૧૮૨-૧૮૩ ૪. મોહનલાલ દ દેસાઈ – જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૨૭૭; જિનરત્નકોશ,
પૃ. ૮૧૨; પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા -- પાઈય ભાષાઓ અને સાહિત્ય, પૃ. ૧૧દ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org