________________
૧૨૮
જેન કાવ્યસાહિત્ય
કુમારકવિએ કર્યું હતું. પ્રથાજો મુનિરત્નના શિષ્ય જયસિંહસૂરિરચિત ૩૩ શ્લોકોની પ્રશસ્તિ આપવામાં આવી છે. પ્રારંભમાં ગ્રંથકર્તાએ પૂર્વવર્તી અનેક ગ્રન્થો અને ગ્રન્થકારોનો ઉલ્લેખ કર્યો છે, જેમકે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, વાચક ઉમાસ્વાતિ, સિદ્ધસેન દિવાકર, હરિભદ્ર (મહત્તરાપુરા), ભદ્રકીર્તિ, સિદ્ધષિ (ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા), તરંગવતીના કર્તા પાલિત્તસૂરિ, સાતવાહનના સભાસદ માનતુંગસૂરિ, ભોજના સભાસદ દેવભદ્રસૂરિ, ત્રિષષ્ટિશલાકાના કર્તા હેમચન્દ્ર, દર્શનશુદ્ધિના કર્તા ચન્દ્રપ્રભ અને તિલકમંજરીના સર્જક ધનપાલ. મુનિરત્નની અન્ય કૃતિ મુનિસુવ્રતચરિત છે. બાર ચક્રવર્તી તથા અન્ય શલાકાપુરુષો ઉપર સ્વતંત્ર રચનાઓ - ભરતેશ્વરાભ્યદયકાવ્ય – આ કાવ્યમાં ઋષભદેવના જયેષ્ઠ પુત્ર અને પ્રથમ ચક્રવર્તી ભરતના ઉદાત્ત ચરિતનું આલેખન છે. આ કાવ્ય “સિદ્ધયંક-મહાકાવ્ય' પણ કહેવાય છે. તેના કર્તા મહાકવિ આશાધર (વિ.સં. ૧૨૩૭-૧૨૯૬) છે. તેમનો પરિચય ત્રિષષ્ટિમૃતિના પ્રસંગે આપવામાં આવ્યો છે. આ મહત્ત્વપૂર્ણ કૃતિ ઉપલબ્ધ નથી, છતાં તેની સુષમાને દર્શાવતાં કેટલાંક પદ્યો આશાધરે પોતે જ પોતાની કૃતિઓની ટીકાઓમાં ઉદ્ધત કર્યા છે : १. परमसमयसाराभ्याससानन्दसर्पत्,
सहजमहसि सायं स्वे स्वयं स्वं विदित्वा । पुनरुदयदविद्यावैभवाः प्राणचारस्फुरदरुणविजृम्भा योगिनो यं स्तुवन्ति ॥२ सुधागर्वं खर्वन्त्यभिमुखहषीकप्रणयिनः, क्षणं ये तेऽप्युर्वं विषमपवदन्त्यंग ! विषयाः । त एवाविर्भूय प्रतिचितधनायाः खलु तिरो
भवन्त्यन्धास्तेभ्योऽप्यहह किम कर्षन्ति विपदः ॥' આ કાવ્ય ઉપર કવિએ સ્વોપજ્ઞવૃત્તિ પણ લખી હતી.
ભરત ઉપર અન્ય રચનાઓમાં જયશેખરસૂરિકૃત જૈનકુમારસંભવ મહાકાવ્ય (લગભગ ૧૪૬૪ વિ.સં.) છે, તેનું નિરૂપણ શાસ્ત્રીય કાવ્યોના પ્રસંગે કરવામાં ૧. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, પૃ. ૩૪૬ ૨. અનગાર ધર્મામૃત-ટીકા, પૃ. ૬૩૩ ૩. મૂલારાધના-ટીકા, પૃ. ૧૦૬૫ ૪. દેવચન્દ્ર લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર સંસ્થા, સૂરત, ૧૯૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org