________________
૧૨૨
જેન કાવ્યસાહિત્ય
ભિન્ન છે. તેના પ્રથમ ત્રણ સર્ગોમાં જ પાર્શ્વનાથના બધા જ પૂર્વભવોનું નિરૂપણ પૂરું થઈ જાય છે. આગળના સર્ગોમાં દાન, શીલ, તપ અને ભાવનાના માહાલ્યવર્ણનમાં નવાં કથાનકોની યોજના કરવામાં આવી છે. અન્ય બાબતોમાં પણ કવિની નવીનતા અને મૌલિકતા સ્પષ્ટ પ્રગટે છે.
આ કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. તેમાં ક્લિષ્ટ અને અપ્રચલિત શબ્દોનો સંપૂર્ણ અભાવ છે. સમાસયુક્ત પદાવલીનો પ્રયોગ બહુ ઓછો થયો છે. ભાષાપ્રવાહમાં અનુપ્રાસોની ઝંકૃતિ પ્રાય: સ્વતઃ અને પ્રચુરમાત્રામાં પ્રાપ્ત થાય છે. ક્યાંક ક્યાંક મધુર સૂક્તિઓનો પણ પ્રયોગ થયો છે. અલંકારોનો પ્રયોગ પ્રચુર થયો છે અને તેમાં સ્વાભાવિકતાનું પૂરું ધ્યાન રખાયું છે. કવિએ અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ કર્યો છે પરંતુ સર્વાન્ત છંદમાં પરિવર્તન કરી ઈન્દ્રવજા, શિખરિણી, માલિની અને ઉપજાતિ છંદોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
કવિ પરિચય અને રચનાકાળ – કાવ્યાન્ત કવિએ પ્રશસ્તિ આપી છે. તેમાંથી જણાય છે કે તેના કર્તા વિનયચન્દ્રસૂરિ ચન્દ્રગચ્છના હતા. ચન્દ્રગચ્છમાં શીલગુણસૂરિ નામના પ્રસિદ્ધ વિદ્વાન થયા હતા. તેમના શિષ્ય માનતુંગસૂરિ અને માનતુંગના શિષ્ય રવિપ્રભસૂરિ થયા, તે મોટા વિદ્વાન હતા. તેમના શિષ્યોમાં નરસિંહસૂરિ, નરેન્દ્રપ્રભસૂરિ અને વિનયચન્દ્રસૂરિ થયા. વિનયચન્દ્રસૂરિએ જ વિનયાંક પાર્શ્વનાથચરિતની રચના કરી છે. તે ઉપરાંત કવિએ મલ્લિનાથચરિત, મુનિસુવ્રતસ્વામિચરિત, કલ્પનિરુક્ત, કાવ્યશિક્ષા, કાલિકાચાર્યકથા (પ્રાકૃત) તથા દીપાવલીકલ્પની પણ રચના કરી છે. તેમણે ગુજરાતી ભાષામાં પણ કેટલાંય કાવ્યો રચ્યાં છે, તેમાંથી નેમિનાથચઉપઈ અને ઉપદેશમાલાકથાનકછપ્પય મળે છે.
પાર્શ્વનાથચરિતના રચનાકાળ બાબતે નિશ્ચિતરૂપે કોઈ ઉલ્લેખ નથી. પરંતુ વિનયચન્દ્રસૂરિના સત્તાકાળ ઉપર તેમની અન્ય રચનાઓ પ્રકાશ પાડે છે. તેમણે સં. ૧૨૮૬માં ઉદયપ્રભસૂરિએ રચેલી ધર્મવિધિવૃત્તિનું સંશોધન કર્યું હતું તથા કલ્પનિરુક્ત સં. ૧૩૨૫માં અને દીપમાલિકાકલ્પ સં. ૧૩૪પમાં તેમણે રચ્યાં હતાં. આ ઉપરથી વિનયચન્દ્રસૂરિનો સાહિત્યિક કાળ સં. ૧૨૮૬થી લઈને
૧. એજન, સર્ગ ૧. ૬૫, ૯૧, ૧૮૬, પ૨૪; ૨. ૮૨, ૧૨૬ વગેરે. ૨. ધર્મવિધિપ્રશસ્તિ, શ્લોક ૧૧-૧૨, ૧૭ 3. મુનિસુવ્રતસ્વામિચરિત, પ્રાસ્તાવિક, પૃ. ૪ (પ્રકાશક - લબ્ધિસૂરીશ્વર જૈન ગ્રન્થમાલા,
છાણી) .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org