________________
પૌરાણિક મહાકાવ્ય
૧૩૪૫ સુધીનો તો નિશ્ચિત થાય છે જ. તેની વચ્ચે તેમણે પાર્શ્વનાથચરિત અને અન્ય કૃતિઓ રચી હશે.
૪. પાર્શ્વનાથચરિત
આ કાવ્ય પાંચ સર્ગોનું છે. તેની એક માત્ર તાડપત્રીય પ્રતિ મળે છે, પરંતુ તે અતિ જીર્ણ છે. પ્રારંભનાં ૧૫૬ પૃષ્ઠ લુપ્ત છે. કુલ પૃષ્ઠસંખ્યા ૩૪૫ છે. તેના કર્તા સુધર્માગચ્છના ગુણત્નસૂરિના શિષ્ય સૂર્યાનન્દસૂરિ છે. તેમની બીજી રચના ચન્દ્રપ્રભચરિત સં. ૧૩૦૨માં રચવામાં આવી છે. જિનરત્નકોશ અનુસાર પ્રસ્તુત કૃતિનો રચનાકાળ ૧૨૯૧ છે. આ કાવ્યનું પરિમાણ ૮૦૦૦ શ્લોકપ્રમાણ સિદ્ધ થાય છે.
૫. પાર્શ્વનાથચરિત
૧૨૩
3
આ કાવ્યમાં આઠ સર્ગો છે. આ ભાવાંકિત મહાકાવ્ય છે. સર્ગોનાં નામ વર્ણ વિષયના આધારે રાખવામાં આવ્યાં છે. આમ તો આ ચરિતમાં મહાકાવ્યનાં બધાં જ બાહ્ય લક્ષણો વિદ્યમાન છે છતાં તેમાં ઉદાત્ત ભાષા-શૈલી તથા ઉત્કૃષ્ટ કવિત્વકલાનો અભાવ છે, તેથી તેને પ્રમુખ મહાકાવ્યોની પંક્તિમાં સ્થાન મળી શકતું નથી. તેને એક પૌરાણિક મહાકાવ્ય માનવામાં આવેલ છે. તેનો પ્રારંભ રૂઢિપ૨ક મંગલાચરણથી કરવામાં આવ્યો છે. કથાનક પરંપરાસંમત છે અને કવિએ તેમાં કોઈ પરિવર્તન કર્યું નથી. તેમાં પાર્શ્વનાથના પૂર્વભવો અને વચ્ચે વચ્ચે અનેક કથાઓ તથા ધર્મોપદેશો અને સ્તોત્રોની યોજના કરવામાં આવી છે. પુરાણોને અનુરૂપ અલૌકિક અને ચમત્કારી ઘટનાઓ પ્રસ્તુત કાવ્યમાં આવે છે. કાવ્ય વૈરાગ્યભાવનાથી ઓત-પ્રોત છે. તેની રચના અનુટુમ્ વૃત્તમાં થઈ છે. પરંતુ સર્ગાન્તે અન્ય છંદમાં પદ્યરચના છે – પહેલા, છઠ્ઠા અને આઠમા સર્ગના અન્તે વસન્તતિલકાનો; બીજા, ત્રીજા, ચોથા, પાંચમા અને સાતમા સર્ગના અન્વે શાર્દૂલવિક્રીડિતનો પ્રયોગ થયો છે. વળી, સાતમા સર્ગના મધ્યમાં પદ્ય ૩૫૯થી ૩૬૬ સુધી વસંતતિલકા છંદનો પ્રયોગ થયો છે. પ્રશસ્તિમાં ઉપર્યુક્ત છન્દોના
૧. સંધવીપાડા ભંડાર, પાટણ, સં. ૨૦
૨. જિનરત્નકોશ, પૃ. ૨૪૫
૩. યશોવિજય જૈન ગ્રન્થમાલા, સન્ ૧૯૧૨; આનો સારાનુવાદ અંગ્રેજીમાં બ્લૂમફીલ્ડે બાલ્ટીમોરથી સન્ ૧૯૧૯માં પ્રકાશિત કરાવ્યો હતો.
४. समीक्ष्य बहुशास्त्राणि श्रुत्वा श्रुतधराननात् ।
ग्रन्थोऽयं ग्रथितः स्वल्पसूत्रेणापि मया रसात् ॥ सर्ग १, श्लोक ११
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org