________________
પૌરાણિક મહાકાવ્ય
૧ ૧૯
કર્તા અને રચનાકાળ – આ કાવ્યના કર્તા વાદિરાજસૂરિ દ્રવિડસંઘના નસિંઘ (ગચ્છ) અને અર્ગલ અન્વય (શાખા)ના આચાર્ય હતા. તેમની ઉપાધિઓ પતંકષમુખ, સ્યાદ્વાદવિદ્યાપતિ અને જગદેકમલવાદી હતી. તે શ્રીપાલદેવના પ્રશિષ્ય, અતિસાગરના શિષ્ય અને રૂપસિદ્ધિ (શાકટાયન વ્યાકરણની ટીકા)ના કર્તા દયાપાલ મુનિના સતીર્થ યા ગુરુભાઈ હતા. વાદિરાજ પણ એમની એક પદવી કે ઉપાધિ જણાય છે, તેમનું વાસ્તવિક નામ કોઈ બીજું જ હશે પરંતુ નામના બદલે આ ઉપાધિના વિશેષ પ્રચલનથી આ ઉપાધિ જ તેમનું નામ બની ગઈ. શ્રવણબેલગોલાથી મળેલ મલ્લિષણપ્રશસ્તિમાં વાદિરાજની મોટી પ્રશંસા કરવામાં આવી છે.
વાદિરાજે પાર્શ્વનાથચરિતની રચના સિંહચક્રેશ્વર યા ચૌલુક્ય ચક્રવર્તી જયસિહદેવની રાજધાની કટ્ટગરીમાં રહીને શક સં. ૯૪૭ના કારતક સુદ ત્રીજના દિવસે કરી હતી. પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિના છઠ્ઠા પદ્ય ઉપરથી એવું જણાય છે કે તે રાજધાની લક્ષ્મીનું નિવાસસ્થાન હતું અને સરસ્વતી દેવી (વાગ્વધૂ)ની જન્મભૂમિ હતી. પોતાની બીજી કૃતિ યશોધરચરિતના ત્રીજા સર્ગના અન્તિમ (૮૫મા) પદ્યમાં અને ચોથા સર્ગના ઉપાજ્ય પદ્યમાં કવિએ ચતુરાઈથી જયસિંહનો ઉલ્લેખ કર્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે યશોધરચરિતની રચના પણ જયસિંહના રાજ્યમાં થઈ હતી. દક્ષિણના ચાલુક્ય નરેશ જયસિંહદેવની રાજસભામાં તેમનું બહુ સમ્માન હતું અને તે પ્રખ્યાતવાદી ગણાતા હતા. મલ્લિષણપ્રશસ્તિ અનુસાર ચાલુક્યચક્રવર્તીના જયકટકમાં વાદિરાજે જયલાભ કર્યો હતો. જગદેકમલ્લવાદી ઉપાધિ પણ જયસિંહદેવે તેમને આપી હતી અને તેમની પૂજા પણ કરી હતી – सिंहसमर्च्य पीठविभवः ।
વાદિરાજનો યુગ જૈન સાહિત્યના વૈભવનો યુગ હતો. તેમના સમયમાં સિદ્ધાન્તચક્રવર્તી નેમિચન્દ્ર, ઈન્દ્રનદિ, કનકનદિ, અભયનદિ તથા ચન્દ્રપ્રભચરિત કાવ્યના કર્તા વીરનન્ટિ, કર્ણાટકદેશીય કવિ રન્ન, અભિનવ પમ્પ અને નયસેન વગેરે થયા. ગદ્યચિન્તામણિ તથા ક્ષત્રચૂડામણિના સર્જક ઓયદેવ વાદીભસિંહ અને તેમના ગુરુ પુષ્પસેન, ગંગરાજ રાયમલ્લના ગુરુ વિજયભટ્ટારક તથા મલ્લિષણપ્રશસ્તિના લેખક મહાકવિ મલ્લિષણ અને રૂપસિદ્ધિના કર્તા દયાપાલ મુનિ તેમના સમકાલીન હતા.
૧, સિદે પતિ નયાદ્દેિ વસુમત !' ૨. “ચીતન્વMસિદતાં રામુરલી ધ ધારિતમ્ તથા “રાપુર9 નસદો રાખ્યત્સર્ગી વાર '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org