________________
૧ ૧૮
જૈન કાવ્યસાહિત્ય
અપભ્રંશ અને સંસ્કૃતમાં ૨પથી પણ વધુ પાર્શ્વનાથ ચરિતો અને અન્ય કાવ્યપ્રકારોની રચનાઓ કરી છે. તેમાં સંસ્કૃતમાં જિનસેન પહેલાએ (૯મી સદી) રચેલું પાર્વાક્યુદય ઉત્તમ કોટિનું સમસ્યાપૂર્તિકાવ્ય છે. તેમાં મેઘદૂતનાં બધાં જ પદ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વર્ણન અન્યત્ર કરવામાં આવશે. તેના પછી કેટલીય ઉલ્લેખનીય કૃતિઓ ઉપલબ્ધ છે. તેમાંથી કેટલીકનો પરિચય અહીં આપીએ છીએ. ૧. પાર્શ્વનાથ ચરિત
આ કૃતિમાં ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથના જીવનનું કાવ્યાત્મક શૈલીમાં આલેખન છે.' કાવ્ય ૧૨ સર્ગોમાં વિભક્ત છે. પ્રત્યેક સર્ગનું નામ વર્ણ વસ્તુના આધારે રાખવામાં આવ્યું છે. પહેલા સર્ગનું નામ અરવિન્દમહારાજસંગ્રામવિજય, બીજાનું નામ સ્વયંપ્રભાગમન, ત્રીજાનું નામ વજઘોષસ્વર્ગગમન, ચોથાનું નામ વજનાભચક્રવર્તિપ્રાદુર્ભાવ, પાંચમાનું નામ વજનાભચક્રવર્તિચક્રપ્રાદુર્ભાવ, છઠ્ઠાનું નામ વજનાભચક્રવર્તિપ્રબોધ, સાતમાનું નામ વજનાભચક્રવર્તિદિગ્વિજય, આઠમાનું નામ આનન્દરાજયાભિનન્દન, નવમાનું નામ દિગ્દવીપરિચરણ, દસમાનું નામ કુમારચરિત, અગીઆરમાનું નામ કેવલજ્ઞાનપ્રાદુર્ભાવ અને બારમાનું નામ ભગવત્રિર્વાણગમન છે. - કવિએ આ કાવ્યને પાર્શ્વનાથ જિનેશ્વરચરિત મહાકાવ્ય કહ્યું છે. મહાકાવ્યની શૈલીને અનુરૂપ પ્રત્યેક સર્ગની રચના જુદા જુદા છંદમાં કરવામાં આવી છે અને સÍત્તે વિવિધ છંદોની યોજના કરવામાં આવી છે. પહેલા, સાતમા અને અગીઆરમા સર્ગમાં અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના સર્ગોમાં બીજા છંદો પ્રયોજાયા છે. સાતમા સર્ગમાં યૂહરચનાના પ્રસંગે માત્રાટ્યુતક, બિન્દુચ્યતક, ગૂઢચતુર્થક, અક્ષરટ્યુતક, અક્ષરવ્યત્યય, નિરોક્ય વગેરેનું પ્રદર્શન અનુષ્ટ્રમ્ છંદોમાં જ કરવામાં આવ્યું છે. છઠ્ઠા સર્ગમાં વિવિધ છંદોની છટા જોવા જેવી છે.
આ કાવ્યની ભાષા માધુર્યગુણપૂર્ણ છે. કવિનું ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ છે. તે મનોરમ કલ્પનાઓને સાકાર કરવામાં પૂરેપૂરી સમર્થ છે. કવિએ ભાવ અને ભાષાને વિભૂષિત કરવા અલંકારોનો પ્રયોગ કર્યો છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ અધિક થયો છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉલ્ટેક્ષા, અર્થાન્તરન્યાસ વગેરેનો પ્રયોગ સ્વાભાવિકરૂપે કરવામાં આવ્યો છે.
૧. માણિકચન્દ્ર દિગમ્બર જૈન ગ્રન્થમાલા, મુંબઈ, સં. ૧૯૭૩; જિનરત્નકોશ, પૃ. ૨૪૬;
હિન્દી અનુવાદ (પં. શ્રીલાલકૃત) – જયચન્દ્ર જૈન, કલકત્તા, ૧૯૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org