________________
૧૧૨
જૈન કાવ્યસાહિત્ય
કર્તા તથા રચનાકાળ – આના કર્તા વિનયચન્દ્રસૂરિ છે. તેમના વિશે તેમની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતના નિરૂપણમાં કહેવામાં આવ્યું છે. મલ્લિનાથચરિતની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે આ કૃતિની રચના રવિપ્રભસૂરિના શિષ્ય નરેન્દ્રપ્રભ અને નરસિંહસૂરિના અનુરોધથી કરવામાં આવી હતી. તેનું સંશોધન કનકપ્રભસૂરિના . શિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું.'
અન્ય કૃતિઓમાં શુભવર્ધનગણિ, વિજયસૂરિ (રચના ૪૬૨૦ ગ્રન્થાપ્રમાણ), ભટ્ટારક સકલકીર્તિ અને પ્રભાચન્દ્રની મલ્લિનાથચરિતની રચનાઓ મળે છે. ભટ્ટારક સકલકીર્તિકૃત મલ્લિનાથચરિતમાં ૭ સર્ગો છે અને કુલ મળીને ૮૭૪ શ્લોકો છે.
વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથ ઉપર પણ લગભગ આઠ સંસ્કૃત કાવ્યોનું સર્જન થયું છે. તેમાં અમસ્વામિચરિત વગેરેના કર્તા પૌર્ણમિકગચ્છીય મુનિરત્નસૂરિની રચના (લગ. સં. ૧૨૫૨) ૬૮૦૬ શ્લોકપ્રમાણ છે. આ કાવ્ય ૨૩ સર્ગોમાં વિભક્ત છે. આજ સુધી તે અપ્રકાશિત છે. સૂરિનો પરિચય તેમની પ્રકાશિત કૃતિ અમમસ્વામિચરિતની સાથે આપવામાં આવશે. મુનિસુવ્રતચરિતની બીજી કૃતિ વિબુધપ્રભના શિષ્ય પદ્મપ્રભસૂરિએ સં. ૧૨૯૪માં રચી હતી. તેનું પરિમાણ પપપપ શ્લોકપ્રમાણ છે. કર્તાની અન્ય રચના કુંથુચરિત સં. ૧૩૦૪ની છે, તે મળે છે. આ જ કર્તા પાર્થસ્તવ, ભુવનદીપક આદિના કર્તા પણ છે કે કોઈ બીજા પાપ્રભ એ વાતનો નિર્ણય હજુ સુધી થઈ શક્યો નથી.
૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૯ ૨. હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૩૦ ૩. જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા, સં. ૧૯૭૯; હિન્દી - ગાધરલાલ શાસ્ત્રી.
તેની પ્રાચીન હ, લિ. પ્રતિ સં. ૧૫૧૫ની મળે છે. ૪. જિનરત્નકોશ, પૃ. ૩૦૩ ૫. એજન, પૃ. ૩૧૦ ૬. એજન ૭. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૩૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org