________________
૧૧૪
જૈન કાવ્યસાહિત્ય
કાવ્યની રચના સંસ્કૃત હોવા છતાં ક્યાંક ક્યાંક પ્રાકતનો પ્રયોગ પણ જોવા મળે છે.' અલંકારોમાં કવિને બહુ રુચિ જણાતી નથી. તેમ છતાં કેટલાક અલંકારો સ્વતઃ જ ભાષાપ્રવાહમાં આવી ગયા છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસનો પ્રયોગ પદ્યોમાં દેખાય છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉલ્ટેક્ષા અને સદેહનો પ્રયોગ અધિક થયો છે.
કાવ્યમાં પ્રત્યેક સર્ગમાં અનુષ્ટ્રનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદમાં પરિવર્તન થયું છે. કુલ મળીને અગીઆર છંદો કાવ્યમાં મળે છે. તે છે – અનુષ્ટ્રભુ, શાર્દૂલવિક્રીડિત, આર્યા, માલિની, ઉપજાતિ, સ્રગ્ધરા, મજાક્રાન્તા, હરિણી, શિખરિણી, ઈન્દ્રવજા અને વંશસ્થ. કૃતિ ૪પપર શ્લોકપ્રમાણ છે, આ માહિતી આઠમા સર્ગની પુષ્યિકામાં આપવામાં આવી છે.
કવિ પરિચય અને રચનાકાળ – આ કાવ્યના કર્તા તે જ વિનયચન્દ્રસૂરિ છે જેમણે મલ્લિનાથચરિત અને પાર્શ્વનાથચરિત રચ્યાં છે. પ્રસ્તુત કાવ્યની રચના ક્યારે કરવામાં આવી એનો ઉલ્લેખ કવિએ કર્યો નથી પરંતુ તે મલ્લિનાથચરિતના રચાયા પછી રચાયું છે એવું સૂચન એક પદ્યમાં મળે છે. આ કાવ્યની રચના કવિએ પુણ્યાર્જનની કામનાથી કરી છે. ૩ કવિનો વિશેષ પરિચય તેમના પાર્શ્વનાથચરિતના પ્રસંગમાં આપવામાં આવશે. - અન્ય કૃતિઓમાં અહંદસ કવિકૃત મુનિસુવ્રતકાવ્યનું વર્ણન વિશિષ્ટ મહાકાવ્યોના પ્રસંગમાં કરવામાં આવશે. આ ઉપરાંત કૃષ્ણદાસકૃત મુનિસુવ્રતકાવ્ય છે, તે ૨૩ સર્ગો ધરાવે છે અને તેનું સર્જન કલ્પવલ્લીમાં સં. ૧૬૮૧માં થયું છે. ૫ કેશવસેન, ભટ્ટારક સુરેન્દ્રકીર્તિ (વિ.સં. ૧૭૨૨-૧૭૩૩) અને હરિષણે રચેલાં મુનિસુવ્રત કાવ્યોના ઉલ્લેખો મળે છે.
૧. સર્ગ ૪. ૩૫૮-૩૫૯ ૨. સર્ગ ૧.૭. ૩. સર્ગ ૮.૩૯૪ ૪. જિનરત્નકોશ, પૃ. ૩૧૨ ૫. એજન, પૃ. ૩૧ ર દ, એજન, પૃ. ૩૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org