________________
પૌરાણિક મહાકાવ્ય
૧૦૯
થયા. તેમની પટ્ટપરંપરામાં ક્રમશઃ દેવસૂરિ, ભદ્રેશ્વરસૂરિ, અભયદેવસૂરિ, મદનચન્દ્રસૂરિ થયા. પ્રસ્તુત કૃતિના કર્તા મુનિદેવસૂરિ મદનચન્દ્રસૂરિના શિષ્ય હતા. તેમણે આ કૃતિની રચના સં. ૧૩૨૨માં કરી હતી. આ કાવ્યના સંશોધક શ્રી પ્રદ્યુમ્નસૂરિ હતા. પ્રસ્તુત શાન્તિનાથચરિતનો આધાર હેમચન્દ્રાચાર્યના ગુરુ દેવચન્દ્રસૂરિ કૃત પ્રાકૃતમાં રચિત બૃહત્ શાન્તિનાથચરિત છે. સંભવતઃ તે કારણે મુનિદેવસૂરિએ પ્રત્યેક સર્ગના અને દેવચન્દ્રસૂરિની સ્તુતિ કરી છે.
મુનિદેવસૂરિના ઉક્ત ચરિતને આધાર બનાવીને શાસ્ત્રીય મહાકાવ્યની શૈલીમાં ૧૯ સર્ગોવાળા શાન્તિનાથચરિતની રચના બૃહદ્ગચ્છીય મુનિભદ્રસૂરિએ સં. ૧૯૧૦માં કરી હતી, જેનું વિવરણ શાસ્ત્રીય મહાકાવ્યોના પ્રસંગમાં પ્રસ્તુત કરવામાં આવશે. ૪. શાત્તિનાથચરિત
આમાં સોળમા તીર્થંકર શાન્તિનાથનું ચરિત્રવર્ણન છે. તે તીર્થકર ઉપરાંત ચક્રવર્તી અને કામદેવ પણ હતા. તેમની આ બધી વિશેષતાઓનું આ કાવ્યમાં નિરૂપણ છે. કાવ્ય સોળ અધિકારોમાં વિભક્ત છે. તેનો ગ્રન્થાઝ ૪૩૭૫ શ્લોકપ્રમાણ છે. તેની ભાષા આલંકારિક તથા તેનાં વર્ણનો રોચક અને પ્રભાવક છે. પ્રારંભમાં શૃંગાર રસને બદલે શાન્ત રસ તરફ પ્રવૃત્ત થવા બાબતે કવિએ સારો પ્રકાશ ફેંક્યો છે. આના કર્તા ભટ્ટારક સકલકીર્તિ છે, તેમનો પરિચય આપી દીધો છે. ૫. શાન્તિનાથચરિત - આ કૃતિને સરળ સંસ્કૃત ગદ્યમાં સં. ૧૫૩૫માં ભાવચન્દ્રસૂરિએ રચી છે." તે પૂર્ણિમાગચ્છના પાર્શ્વચન્દ્રના પ્રશિષ્ય અને જયચન્દ્રના શિષ્ય હતા. કૃતિ ૬૫૦૦
૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૧. ૨. એજન, સર્ગ ૧, શ્લોક ૧૭: ", . श्रीप्रद्युम्नश्चिरं नन्द्यात् ग्रन्थस्यास्य विशुद्धिकृत् । ૩. એજન, સર્ગ ૧, શ્લોક ૩૫૭ ૪. દુલીચન્દ્રપન્નાલાલ દેવરી, ૧૯૨૩; હિન્દી અનુવાદ સહિત–જિનવાણી પ્ર. કા. કલકત્તા, - ૧૯૩૯. તેનો અનુવાદ સૂરતથી પ્રકાશિત છે અને પંડિત લાલારામ શાસ્ત્રીએ કર્યો છે. ૫. જિનરત્નકોશ, પૃ. ૩૭૯; જૈનસાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ, પૃ. ૫૧૬; જૈન ધર્મ પ્રસારક
સભા, ભાવનગર, ૧૯૧૧; હીરાલાલ હંસરાજ, જામનગર, ૧૯૨૪; ક્ષાન્તિસૂરિ જૈન ગ્રન્થમાલા, અમદાવાદ, સં. ૧૯૯૫; ગુજરાતી અનુવાદ, ભાવનગર, સં. ૧૯૭૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org