________________
૧૦૮
જૈન કાવ્યસાહિત્ય
પ્રસ્તુત કાવ્ય મુનિભદ્રસૂરિકૃત શાન્તિનાથચરિત મહાકાવ્યની પહેલાં રચાયું છે. બંનેમાં કથાનક અને અવાન્તર કથાઓની બાબતે પૂર્ણ સામ્ય છે. કથાઓનો ક્રમ પણ બંનેમાં એક સરખો છે. તેથી મુનિભદ્રસૂરિની કૃતિનો આધાર પ્રસ્તુત કાવ્ય જ છે. પરંતુ મૂલ કથાના વિભાજનમાં બન્ને મૌલિક છે. મુનિભદ્રસૂરિએ કથાને ૧૯ સર્ગોમાં વિભાજિત કરી છે જ્યારે પ્રસ્તુત કાવ્યમાં કથાનકનું વિભાજન ૭ સર્ગોમાં જ થયું છે. તેના પ્રથમ સર્ગમાં શાન્તિનાથના પ્રારંભના ત્રણ ભવોનું, બીજામાં ચોથા અને પાંચમા ભવનું, ત્રીજામાં છઠ્ઠા અને સાતમા ભવનું, ચોથામાં આઠમા અને નવમા ભવનું, અને પાંચમામાં દસમા અને અગીઆરમા ભવનું વર્ણન છે. છઠ્ઠા સર્ગમાં શાન્તિનાથના જન્મથી માંડી દીક્ષા સુધીનું વર્ણન છે તથા સાતમા સર્ગમાં તેમના મોક્ષગમનનું વર્ણન છે. વિભિન્ન અવાન્તર કથાઓને કારણે કથાપ્રવાહમાં શિથિલતા આવી ગઈ છે. તેમાં શાન્તિનાથ, તેમના પુત્રો ચક્રાયુધ અને અશનિઘોષ અને સુતારા આ ચાર પાત્રો જ મુખ્ય છે. પ્રકૃતિચિત્રણ અને સૌન્દર્યચિત્રણ, કાવ્ય ધાર્મિકતાથી અનુપ્રાણિત હોવાને કારણે, વ્યાપકરૂપે સ્થાન પામી શક્યાં નથી. જૈનધર્મના સિદ્ધાન્તો અને નિયમોનું વિવેચન અનેક સ્થાને થયું છે.
આ કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણપ્રધાન છે અને ભાવ વ્યક્ત કરવામાં સક્ષમ છે. અલંકારોની યોજના કરવામાં કવિનો વિશેષ આગ્રહ જણાતો નથી, તો પણ કેટલાક અલંકારો તો ભાષાપ્રવાહમાં આવી ગયા છે. શબ્દાલંકારોમાં અનુપ્રાસ અને યમકનો પ્રયોગ અધિક થયો છે અને અર્થાલંકારમાં ઉપમા, ઉન્મેલા અને રૂપકનો.
કાવ્યમાં અનુષ્ટભુ છંદનો પ્રયોગ થયો છે અને સર્વાન્ત છંદપરિવર્તન થયું છે જેમાં શાર્દૂલવિક્રીડિત, આર્યા, શિખરિણી, વસંતતિલકા તથા ઉપજાતિ છંદોનો પ્રયોગ થયો છે. કવિએ આ કાવ્યનું પરિમાણ ૪૮૫૫ શ્લોકપ્રમાણ કહ્યું છે.'
કર્તા અને રચનાકાલ – કાવ્યાત્તે પ્રશસ્તિ આપીને કવિએ પોતાનો પરિચય આપ્યો છે. તેમાંથી જ્ઞાત થાય છે કે મુનિદેવસૂરિ બૃહદ્રગચ્છીય હતા. તેમણે ગુરુપરંપરા પણ આપી છે. તે મુજબ, આ ગચ્છમાં મુનિચન્દ્ર નામના વિદ્વાન સૂરિ
૧. એજન, પ્રશસ્તિ, શ્લોક ૧૮:
प्रत्यक्षरं च संख्यानात् पंचपंचाशताधिका । अस्मिन्ननुष्टुभामष्टचत्वारिंशच्छतीत्येव ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org