________________
૧૦૬
જેન કાવ્યસાહિત્ય
કથાઓની યોજનામાં પણ માણિજ્યચન્દ્રસૂરિએ પોતાની મૌલિકતા દર્શાવી છે. આ કાવ્યમાં કેવળ ચાર જ પાત્રોનું ચરિત્રચિત્રણ કરવાનો કવિએ પ્રયાસ કર્યો છે. બાકીનાં પાત્રોનું ચરિત્ર પરંપરાસમ્મત છે, તેનો વિકાસ નથી થયો.
કાવ્યની ભાષા સરળ અને પ્રસાદગુણયુક્ત છે. તેમાં અધિકતરનાનાસમાસોવાળી કે સમાસરહિત પદાવલીનો પ્રયોગ થયો છે. શબ્દાલંકારમાં યમક અને અનુપ્રાસના પ્રયોગથી ભાષામાં પ્રવાહિતા અને માધુર્ય આવ્યું છે. અર્થાલંકારોમાં ઉપમા, ઉàક્ષા, રૂપક અને વિરોધાભાસ આદિ અલંકારોની સુંદર યોજના કરવામાં આવી છે. કાવ્યમાં પ્રાય: અનુષ્ટ્રમ્ છંદનો પ્રયોગ થયો છે પરંતુ પ્રત્યેક સર્ગના અંતે છંદ બદલાય છે અને માલિની, વસન્તતિલકા, શાર્દૂલવિક્રીડિત આદિ કેટલાક છંદો પ્રયુક્ત થયા છે.
કવિ પરિચય અને રચનાકાલ – કાવ્યના અંતે પ્રશસ્તિ છે. તેમાં ગુરુપરંપરાનું જે વર્ણન મળે છે તે કવિકૃત પૂર્વરચના પાર્શ્વનાથચરિતની પ્રશસ્તિના વિવરણ સાથે પૂરેપૂર મેળ ખાય છે. તે ઉપરથી એ નિર્વિવાદ છે કે આ કૃતિના સર્જકમાણિજ્યચન્દ્રસૂરિ છે. આ કાવ્યની સમાપ્તિ કસામ્બિતિનગરમાં દીપાવલીના દિવસે સોમવારે થઈ હતી, કવિ પોતે જ પ્રશસ્તિમાં કહે છે :
दीपोत्सवे शशिदेने श्रीमन्माणिक्यसूरिभिः ।
कसामिवत्यां महापुर्यां श्रीग्रन्थोऽयं समर्थितः ॥ પરંતુ આનાથી આ કૃતિનો રચનાસંવત જ્ઞાત થતો નથી. માણિક્યચન્દ્રની અન્ય કૃતિ પાર્શ્વનાથચરિતનો રચનાકાલ તેની પ્રશસ્તિમાં વિ.સં. ૧૨૭૬ આપવામાં આવ્યો છે. સં. ૧૨૭૬માં જ વસ્તુપાલને મંત્રીપદ મળ્યું હતું અને જિનભદ્રકૃત પ્રબન્ધાવલીમાં વસ્તુપાલ અને માણિક્યચન્દ્રની વચ્ચેના સારા સંપર્કોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેથી તેમનું વિ.સં. ૧૨૭૬ પછી જીવિત હોવું સનિશ્ચિત છે. માણિક્યચન્દ્રની એક અન્ય કૃતિ કાવ્યપ્રકાશ સંકેતટીકા છે, તેની પ્રશસ્તિ ઉપરથી આ ટીકાની રચના સં. ૧૨૪૬ અથવા સં. ૧૨૬૬માં થઈ હોવાનું સ્પષ્ટ સૂચવાય છે, તેથી સંભવ છે કે પ્રસ્તુત કૃતિ સંકેતટીકા અને પાર્શ્વનાથચરિતની વચ્ચે કે કેટલાક સમય પછી અવશ્ય રચાઈ હોવી જોઈએ. સામાન્યતઃ આ શાન્તિનાથચરિતની રચના વિક્રમની તેરમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ એમ માનવામાં કોઈ આપત્તિ ન હોવી જોઈએ. અનુમાન કરવામાં આવે છે કે કવિની વૃદ્ધાવસ્થામાં રચાયેલી આ કૃતિ હોવી જોઈએ કારણ કે કવિ કૃતિમાં પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવામાં ઉદાસીન છે જ્યારે કાવ્યપ્રકાશસંકેતમાં તેમના પ્રૌઢ પાંડિત્યનું અને તેમની અસામાન્યબુદ્ધિનું દર્શન થાય છે. કવિએ આ કાવ્યની રચના ધર્મભાવનાથી પ્રેરાઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org